જાણીતા દિગ્ગજ ગાયિકાને ગાનસમ્રાજ્ઞી લતા મંગેશકર પુરસ્કાર જાહેર
મુંબઈઃ જ્યેષ્ઠ ગાયિકા અનુરાધા પૌડવાલને ગાનસમ્રાજ્ઞી લતા મંગેશકર પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે અને આ બાબતે કલ્ચરલ મિનિસ્ટર સુધી મુનગંટીવાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. મુનગંટીવારની અધ્યક્ષતા હેઠશની નિષ્ણાતોની સમિતિ દ્વારા આ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. આ પુરસ્કાર સહિત રાજ્ય સરકાના સાંસ્કૃતિક ખાતા દ્વારા પ્રદાન કરવામાં આવનારા અન્ય પુરસ્કારોની જાહેરાત પણ કરવામાં આવી છે.
રાજ્ય સરકારના સાંસ્કૃતિક ખાતા દ્વારા વિવિધ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં દિગ્ગજ ગાયિકા અનુરાધા પૌડવાલને ગાનસામ્રજ્ઞી લત્તા મંગેશકર પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે સાથે જ નાટ્ય, સંગીત સહિતના અન્ય ક્ષેત્રના દિગ્ગજોને પણ વિવિધ પુરસ્કારો આપવાની જાહેરાત મુનગંટીવાર દ્વારા કરવામાં આવી છે.
અનુરાધા પૌડવાલનું સંગીત અને ગાયન ક્ષેત્રમાં રહેલાં સિંહફાળાને ધ્યાનમાં લઈને તેમને 2024ના આ સર્વોચ્ચ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. શાસ્ત્રીય સંગીત માટે તેમણે પોતાનું જીવન સમર્પણ કર્યું અને શાસ્ત્રીય સંગીત ક્ષેત્રની સેવા કરવા માટે ભારતરત્ન ભીમસેન જોષી શાસ્ત્રીય સંગીત જીવન ગૌરવ પુરસ્કાર આરતી અંકલીકર-ટિકેકરને જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે નટવર્ય પ્રભાકર પણશીકર રંગભૂમિ જીવન ગૌરવ પુરસ્કાર માટે પ્રકાશ બુદ્ધિ સાગરના નામની જાહેરાત કરવામાં આવી છે.