હર ઘર તિરંગા: ગુજરાતમાં બરડા ડુંગરની 2090 ફૂટની ઊંચાઈ પરથી લહેરાવાયો તિરંગો
ગાંધીનગર: 15મી ઓગસ્ટનાં સ્વતંત્રતા પર્વ નિમિતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ખાસ કરીને તિરંગા અભિયાન ઉજવવાની હિમાયત કરી છે ત્યારે ગુજરાતમાં અભિયાનને પૂરજોશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. કચ્છથી લઇને કાઠિયાવાડમાં અભિયાન આગળ વધી રહ્યું છે, ત્યારે આજે અહેવાલો મળી રહ્યા છે કે બરડા ડુંગરની હજારો ફૂટની ઊંચાઈ પરથી તિરંગાને લહેરાવ્યો છે.
View this post on Instagram
;
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બરડા ડુંગર વિસ્તારના નેસના માલધારીઓ અને પોલીસ જવાનોએ યોજેલ તિરંગા યાત્રાની એક્સ પ્લેટફોર્મ પર સરાહના કરવામાં આવી હતી. બરડા ડુંગર વિસ્તારના નેસના માલધારીઓ અને પોલીસ જવાનોએ સાથે હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લઈ તિરંગા યાત્રા યોજીને દેશભક્તિનું અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
તેમણે ડુંગરની કઠીન કેડીઓને પાર કરીને 2090 ફૂટ ઊંચાઈએ આભાપરા ટેકરીએ તિરંગો લહેરાવ્યો છે. આ અભિયાનમાં અનેક લોકોએ ભાગ લઇને ‘હર ઘર તિરંગા’ને પણ પ્રોત્સાહન પૂરૂ પાડયું છે.
દરમિયાન મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે એક્સ પ્લેટફોર્મ પર સરાહના કરી હતી. આ ઉપરાંત, આજે બરડા ડુંગર વિસ્તારના નેસના માલધારીઓ અને પોલીસ જવાનોએ યોજી તિરંગા યાત્રા. ડુંગરની કઠીન ન કેડીઓને પાર કરીને 2090 ફૂટ ઊંચાઈએ આભાપરા ટેકરીએ તિરંગો લહેરાવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું.