July 1, 2025
ટેકનોલોજીલાઈફ સ્ટાઈલ

મોબાઈલ યા લેપટોપ બગડે તો સર્વિસ સેન્ટરમાં આપ્યા પહેલા આટલું ચેક કરજો!

Spread the love

મોબાઈલ યુગમાં એક વખત શ્વાસ નહીં તો ચાલશે પણ હવે મોબાઈલ વિના કોઈને નથી ચાલતું. વધતા વપરાશને કારણે હવે એજ્યુકેશનથી લઈને ઓફિશિયલ કામગીરી માટે મોબાઈલ યા લેપટોપ-પેડ એ મોસ્ટ પાવરફુલ સાધન બની ગયા છે. ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સના વધતા વપરાશને કારણે એન્ડ્રોઈડ ફોન હોય કે લેપટોપ જામ થવા લાગ્યા છે અને એને માટે લોકો ક્યારેક મુશ્કેલીમાં મૂકાઈ રહયા છે, કારણ એટલું જ હોય છે કે મોબાઈલ કે લેપટોપ અનસેફ હતા અને જ્યારે રિપેરિંગમાં આપ્યા તો અમુક વખતે તેનો મિસયુઝ થવાનું પણ બને છે, જેમાં દોષી પણ તમે બની શકો છે.
ખેર તમારા મોબાઈલ-લેપટોપમાંથી બિનજરુરી વીડિયો, ફોટોગ્રાફ વિના કારણ ડાઉનલોડ કરે રાખે છે પછી જામ થવાનુ બને છે. સમયાંતરે હિસ્ટ્રી ડિલિટ કરવાની સાથે બિનજરુરી ડેટા ડિલિટ કરવાનું રાખો. ઉપરાંત, તમારો ફોન-લેપટોપ તૂટે કે ડેમેજ પણ થાય તો ચિંતામાં મૂકાઈ જતા હો છો પણ તમારા મોબાઈલ-લેપટોપમાં રહેલી અંગત બાબત કે પછી ઓફિશિયલ વિગતો સુરક્ષિત રીતે તેની વ્યવસ્થા કરી લેજો. જો તમે આ મુશ્કેલીમાંથી ઉગરવા માટે સર્વિસ સેન્ટરમાં રિપેરિંગ માટે આપો એ પહેલા આટલી બાબતોનું ધ્યાન રાખજો.
તમારા કોઈ પણ ગેઝેટ્સને સર્વિસ સેન્ટરમાં આપ્યા પહેલા બની શકે તો સૌથી પહેલા તમારો સઘળો ડેટા ટ્રાન્સફર કરી નાખો. અથવા તમારા જરુરી ફોટોગ્રાફ હોય કે વીડિયો એને ટ્રાન્સફર કરી શકો છો. એના સિવાય બની શકે તો બિનજરુરી ફોટોગ્રાફ પણ ડિલિટ કરવાનું હિતાવહ રહે છે, જેથી કરીને બીજી કોઈ વ્યક્તિ તેનો કોઈ દુરુપયોગ કરી શકે નહીં.
તમારા મોબાઈલ મારફત ગૂગલ પે યા અન્ય કોઈ ખાનગી એપ્લિકેશન મારફત તમે જો કોઈ નાણાકીય વ્યવહાર કરતા હોય તો તેને પણ સિંગલ યા ડબલ પાસવર્ડમાં સેફ કરી શકો છો. ઉપરાંત, એમ કરવાનું તમને ફાવે એમ નહોય તો થોડા સમય પૂરતા તેને બંધ કરીને ડિલિટ કરી શકો છો. જો લાંબા સમય માટે ફોન આપવાનું થાય તો બેંકને પણ જાણ કરી દેવી, જેથી તમારું બેલેન્સ સેફ રહી શકે છે.
તમે તમારા પર્સનલ વોટેસએપ વાપરતા હોય કે પછી નોટપેડનો ઉપયોગ કરતા હોય તો એને પણ ડિલિટ કરી લેજો, જેથી વ્યક્તિગત બાબતનો કોઈ દુરુપયોગ કરે નહીં. એના સિવાય તમારા જીમેલ એકાઉન્ટ પણ લોગઆઉટ થઈ શકો છે, તેથી તેનો પણ કોઈ ઉપયોગ કરવાનો કોઈ ચાન્સ રહે નહીં.
ફોટોગેલેરી માટે પાસવર્ડનો ઉપયોગ કરી શકો છો, જે તમારા સિવાય કોઈ વાપરી શકે નહીં. આમ છતાં આજકાલ સ્માર્ટફોનનો ડેટા સેવ રહે બહુ આવશ્યક છે, તેથી સેન્ટરમાં ફોન યા લેપટોપ પણ આપ્યા પહેલા તેની તમામ ચકાસણી કરી લેવાનું જરુરી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!