July 1, 2025
ગુજરાત

નમામી દેવી નર્મદેઃ સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો, નદીકિનારાના વિસ્તારોને કરાયા સતર્ક

Spread the love

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટીમાં નિરંતર વધારો થઈ રહ્યો છે. મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને કારણે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. નર્મદા નદીના જળસ્તરમાં નિરંતર વધારો થઈ રહ્યો છે, જેને લઈ સરદાર સરોવર ડેમના નવ ગેટ ખોલી કાઢવામાં આવ્યા છે. ગરુડેશ્વર ડેમ નજીક નર્મદા નદી માટે બનાવેલો ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થયો છે. આ સિઝનમાં પહેલી વખત નર્મદા નદીના ડેમનું પાણીનું સ્તર 134.59 મીટરે પહોંચ્યું છે. આજે સવારે સરદાર સરોવર નર્મદા બંધના નવ દરવાજા ખોલવામાં આવ્યા જેમાં લગભગ એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
મહત્તમ સપાટીથી ચાર મીટરનું અંતર
મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને કારણે ડેમમાં નવી 2.95 લાખ ક્યુસેક પાણી આવ્યું છે, તેનાથી નર્મદા ડેમ 87 ટકા ભરાઈ ગયો છે. અત્યારે નર્મદા ડેમમાં 3,823 મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોક જમા થયો છે. આ સિઝનમાં પહેલી વાર નર્મદા ડેમમાં 134.59 મીટરે પાણી પહોંચ્યું છે, જ્યારે ડેમની ક્ષમતા 138.68 મીટર છે. મેક્સિમમ લેવલથી ચાર મીટર દૂર છે.
23 ગામને એલર્ટ આપવામાં આવ્યું
નર્મદા નદીના ડેમમાં પાણીનું સ્તર વધી જવાને કારણે ગુજરાતના ભરૂચ અને વડોદરામાં નર્મદા નજીકના રહેવાસી ગામવાસીઓને લોકોને સતર્ક કરવામાં આવ્યા છે, પરંતુ અત્યાર સુધીમાં ચિંતાની કોઈ સ્થિતિ નથી. આમ છતાં નર્મદા કાંઠા નજીકના 23 ગામને સતર્ક રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ઉપરવાસમાં ભારે વરસાદ
મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમ આ વખતની ચોમાસાની સિઝનમાં પહેલી વાર 134 મીટરની સપાટી પાર કરી છે. પાણીની વધતી સપાટીને કારણે ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા છે. નદીકિનારાના પાવરહાઉસમાંથી 43,332 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જ્યારે ઉપરવાસમાંથી પાણીની નવી આવક વધી જવાથી પ્રશાસન દ્વારા સિંચાઈ વિભાગના તમામ વિભાગના અધિકારીઓને સતર્ક રહેવાની અને સમયસર જરુરી પગલાં ભરવાના આદેશ આપ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!