પેરિસ ઓલિમ્પિક પાછળ ભારત સરકારે કેટલો ખર્ચ કર્યો, જાણો?
પેરિસ ઓલિમ્પિક પૂરી થવાની તૈયારીમાં છે, જ્યારે ભારતની ઝોળીમાં અત્યાર સુધી માંડ છ મેડલ મળ્યા છે. 26 ઓગસ્ટથી 11 ઓગસ્ટને પૂરી થનારી પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની 26 જુલાઈના થઈ હતી. પેરિસે આ અગાઉ 1900 અને 1924ના યજમાની કરી હતી. પેરિસના માફક લંડનમાં ત્રણ વખત યોજાઈ ચૂકી છે.
ભારતની વાત કરીએ તો આ વખતે ભારતવતી 113 એથ્લીટે 16 અલગ અલગ ઈવેન્ટમાં ભાગ લીધો, જ્યારે એથલેટિક્સમાં સૌથી વધુ એથ્લીટસે પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધો. 30 ભારતીય એથ્લીટ્સ સિવાય શૂટિંગ સ્પોર્ટસમાં 21 ઈન્ડિયન ખેલાડીએ ભાગ લીધો, જ્યારે ભારત સરકારે ઓલિમ્પિકની તૈયારી માટે 470 કરોડ રુપિયા ખર્ચ્યા હોવાનું જણાવ્યું હતું.
ભારત સરકારના આંકડા અનુસાર સરકારે સૌથી વધુ રુપિયા એથ્લેટિક્સની તૈયારી માટે ખર્ચ્યા હતા, જ્યારે તેમાં એક જ મેડલને ભારતની ઝોળીમાં આવ્યો છે. એથ્લેટિક્સની રમતમાં ભારત અપેક્ષા પ્રમાણે સારો દેખાવ પણ કરી શક્યું નથી. એની તુલનામાં ટોક્યિો ઓલિમ્પિકમાં બેડમિન્ટન અને બોક્સિંગમાં મેડલ્સ મળ્યા હતા, જેમાં વધુ ખર્ચ કર્યા પછી પણ આ વખતની ઓલિમ્પિકમાં ભારતને નિરાશા મળી છે.
શૂટિંગમાં ભારતને મનુ ભાકર, સરબજોત સિંહ અને સ્વપ્નિલ કુસાળેએ મેડલ અપાવ્યા હતા. શૂટિંગમાં ભારત સરકારે 60 કરોડનો ખર્ચ કર્યો હતો, જ્યારે હોકીમાં ભારતને સિલ્વર મળ્યો છે, જ્યારે હોકી પાછળ ભારતે 41 કરોડનો ખર્ચ કર્યો છે.
બેડમિન્ટન અને બોક્સિંગમાં અનુક્રમે ભારતે 72.02 કરોડ અને 60.93 કરોડ રુપિયાનો ખર્ચ કર્યો હતો. અંદાજે 133 કરોડ રુપિયા ખર્ય્યા પછી પણ આ બંને રમતમાંથી એક પણ મેડલ નહીં મળ્યો. બેડમિન્ટનમાં પીવી સિંધુને ટોક્યિો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ મળ્યો હતો, પરંતુ આ વખતે ભારતની ખાલી હાથે પાછું ફરવું પડ્યું છે. આ ઉપરાંત, બોક્સિંગમાં ટોકિયો ઓલિમ્પિકમાં એટ લિસ્ટ મેડલ મળ્યો હતો. આ વખતની વિવિધ રમતોમાં ભારતીય ખેલાડીઓ, ટીમને અમુક જગ્યાએ થોડા પોઈન્ટ માટે હારની નોબત જોવી પડી હતી. તિંરદાજી, ટેલબ ટેનિસ વગેરે ઈવેન્ટસમાં ભારતીય ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ થોડા પોઈન્ટને કારણે મેડલથી વંચિત રહ્યા હતા.
પેરિસ ઓલિમ્પિકમાં આ વખતે દુનિયાભરમાંથી 10,672 જેટલા ખેલાડીએ ભાગ લીધો, જેમાં ભારતના 113 ખેલાડીનો સમાવેશ થાય છે. સરકારે કરોડો રુપિયા ભલે ખર્ચ્યા પણ એકંદરે ખેલાડીદીઠ જોવામાં આવે તો આંકડો ઓછો કહી શકાય.