આગામી સપ્તાહે માર્કેટમાં નવાજૂની થવાના એંધાણ, ફરી હિંડનબર્ગે કરી મોટી આગાહી…
અદાણી ગ્રુપને મુશ્કેલીમાં લાવનારી હિંડનબર્ગ કંપની સૌને યાદ હશે. હિંડનબર્ગના રિસર્ચે ભારતીય અદાણી ગ્રુપને જ નહીં, પરંતુ સમગ્ર ભારતીય અર્થતંત્ર, રાજકારણ અને બિઝનેસ જગતને હચમચાવી નાખ્યું હતું. સિક્યોરિટીઝ એક્સચેન્જ અને સુપ્રીમ કોર્ટ સુધી અદાણી ગ્રુપને ખેંચાવવું પડ્યું હતું. હવે આ જ હિંડનબર્ગે ભારતમાં નવું કંઈ થવાની ચેતવણી આપતી પોસ્ટ કરીને ધમાકો કર્યો છે.
અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે પોસ્ટ કરતા લખ્યું છે ભારતમાં ટૂંક સમયમાં કંઈક મોટું થશે. આ મેસેજ અંગે હિંડનબર્ગે કોઈ ખુલાસો કર્યો નથી. કંપનીએ નવો ખુલાસો કરીને ફરી ભારતીય કંપનીઓની મુશ્કેલી વધારી દીધી છે.
Something big soon India
— Hindenburg Research (@HindenburgRes) August 10, 2024
જાન્યુઆરી 2023માં હિંડનબર્ગ રિસર્ચે ગૌતમ અદાણી ગ્રુપ પર નિશાન સાધીને એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ રિપોર્ટને કારણે માર્કેટમાં ખળભળાટ મચી ગયો હતો, કારણ કે હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર ગંભીર આરોપો મૂક્યો હતા. આ આરોપો પછી હિંડનબર્ગ રિસર્ચના આરોપો પછી માર્કેટમાં અદાણીના તમામ શેરમાં ધોવાણ થયું હતું.
વિશ્વના ધનાઢ્ય અબજોપતિમાં બીજા ક્રમે રહેલા અદાણી 36મા ક્રમે પહોંચ્યા હતા, કારણ કે માર્કેટમાં તેમના સ્ટોક રેકોર્ડ બ્રેક ધોવાણ થયું હતું. જાન્યુઆરી, 2023માં રિપોર્ટ પછી 86 અબજ ડોલરની સંપત્તિ ધોવાઈ ગઈ હતી. શેર પ્રાઈઝમાં ઘટાડા પછી ગ્રુપની વિદેશમાં લિસ્ટેડ બોન્ડમાં ભારે વેચાણ થયું હતું.
માર્કેટ નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ આ અંગે વિગતવાર તપાસ કરીને હિંડનબર્ગને નોટિસ ફટકારી હતી. હિંડનબર્ગે દાવો કર્યો હતો કે અદાણી ગ્રુપના શેર્સને લઈ શોર્ટ પોઝિશન લીધી હતી. જોકે, એવું સ્પષ્ટ થયું નહોતું કે તેને કોના માટે શોર્ટ પોઝિશન લીધી હતી. કારણ કે ભારતીય શેરબજારમાં ડાયરેક્ટ ડિલ માટે કોઈ પરમિશન હોતી નથી.
હવે હિંડનબર્ગ ફરી એક વખત ભારતીય શેરબજારમાં વિસ્ફોટ કરવા માટે તૈયાર થઈ ગયું છે. અદાણી ગ્રુપ સવાલ ઉઠાવીને પણ હિંડનબર્ગે પોતાની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો કર્યા છે, જ્યારે તેની પોસ્ટ પર યૂઝરે ગંભીર પ્રતિક્રિયાઓ આપી છે.
વેલ, ભારતીય શેરબજારમાં છેલ્લા અઠવાડિયામાં હજારો પોઈન્ટની વધઘટ વચ્ચે ફરી એક વાર અમેરિકન કંપનીએ ચોંકાવનારો ખુલાસો કરીને ભારતીય શેરબજારમાં આગામી સપ્તાહે મોટી વધ-ઘટ થવાના એંધાણ આપ્યા છે.