July 1, 2025
ટોપ ન્યુઝમુંબઈ

મુંબઈના આ સ્ટેશનને આરડીએક્સથી ઉડાવવાની ધમકી મળતાં જ દોડતું થયું તંત્ર, તપાસમાં જે માહિતી મળી એ…

Spread the love

મુંબઈ: મુંબઈની ઓળખસમાન આઇકોનિક ગણાતા છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) સ્ટેશનને આરડીએક્સથી ઉડાવી દેવાની ધમકી આપતો ફોન કોલ આવતા જ મુંબઈ પોલીસ અને સુરક્ષા યંત્રણાઓ દોડતી થઈ ગઈ હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એક અજાણી વ્યક્તિએ મુંબઈના જીઆરપી કંટ્રોલ રૂમને ફોન કરીને ધમકી સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી આપી હતી. પરંતુ કંઈ શંકાસ્પદ હાથ ન આવતા આખરે પોલીસ કોલ કરનાર વ્યક્તિની તપાસ કરી રહી છે.
જીઆરપી પોલીસે આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે, શુક્રવારે સાંજે એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે સીએસએમટીમાં આરડીએક્સનો રાખવામાં આવ્યું છે. કોલ આવતા જ જીઆરપી પોલીસે સ્થાનિક પોલીસ અને બોમ્બ સ્કવોડને આ બાબતની જાણ કરી હતી અને સ્ટેશન અને આસપાસના પરિસરમાં શોધખોળ શરૂ કરી પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું.
પોલીસ અધિકારીએ કહ્યું કે કોલ કરનાર વ્યક્તિને ટ્રેસ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને કોલ કરનારનું લોકેશન સીએસએમટી નજીક જ હોવાનું જાણવા મળ્યું હતું. જીઆરપીએ આરોપીને કસ્ટડીમાં લીધો છે અને આરોપીની ઓળખ સચિન શિંદે તરીકે કરવામાં આવી છે. આરોપીએ આવો બનાવટી કોલ કેમ કર્યો અને આવું કરવા પાછળના તેનું હેતુ શું હતો એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, એવું પોલીસે વધુમાં જણાવ્યું હતું.
જોકે, આ પહેલીવાર નથી કે આ રીતે કન્ટ્રોલ રૂમમાં કોઈ હોક્સ કોલ આવ્યો હોય. આ પહેલાં જૂનમાં મુંબઈમાં 50થી વધુ હોસ્પિટલો, કોલેજો અને BMC હેડ ક્વાર્ટરને બોમ્બ હુમલાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકી ઈમેલ દ્વારા મળી હતી. ઈમેલ મોકલનારે એવો દાવો કર્યો હતો કે હોસ્પિટલોમાં પલંગની નીચે અને બાથરૂમમાં બોમ્બ મૂકવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે BMC હેડક્વાર્ટરમાં તપાસ કરી તો કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું.
જૂનમાં જ મુંબઈથી મીરા રોડ પર આવેલી હોસ્પિટલમાં બોમ્બની ધમકી આપવામાં આવી હતી. બોમ્બની માહિતી મળતાં જ પોલીસે આસપાસના વિસ્તારને બેરિકેડ કરી દીધો હતો. મુંબઈ ઉપરાંત ભૂતકાળમાં દિલ્હી, બિહાર, યુપી અને કેટલાક અન્ય રાજ્યોમાં બોમ્બની ધમકીના ઈમેલ/કોલ્સ મળી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!