July 1, 2025
ટોપ ન્યુઝરમત ગમત

Olympics: નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીતીને કરોડો દેશવાસીઓનું ફરી દિલ જીત્યું

Spread the love


અરશદ નદીમ ગોલ્ડ જીતતા નીરજને માતાએ કહ્યું એ અમારો પણ દીકરો

પેરિસ ઓલિમ્પિકમાં ગુરુવારનો દિવસ ભારત માટે સારો રહ્યો. જેવલિન થ્રો (ભાલા ફેંક)માં નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીતીને કરોડો દેશવાસીઓનું દિલ જીતી લીધું. આ અગાઉ ટોકિયો ઓલિમ્પિકમાં નીરજે ગોલ્ડ મેડલ જીત્યો હતો. 26 વર્ષના નીરજે પેરિસ ઓલિમ્પિકમાં છ પ્રયાસમાંથી પાંચ પ્રયાસમાં ફાઉલ થયો હતો, પરંતુ બીજા થ્રોમાં 89.45 મીટર દૂર જેવલિન ફેંક્યો હતો, જેથી સિલ્વર મેડલ જીત્યો. સામે પક્ષે નીરજને ટક્કર આપનારા પાકિસ્તાનના ખેલાડી અરશદ નદીમે 92.97 મીટરનો રેકોર્ડ બ્રેક થ્રો કરીને ઓલિમ્પિકમાં નવો વિક્રમ બનાવ્યો હતો. બીજા થ્રોમાં પણ 91.79 મીટરનો થ્રો રહ્યો હતો. એક જ ઈવેન્ટમાં અરશદે નીરજ કરતા 90 મીટર વધુ થ્રો કર્યો હતો. દરમિયાન ત્રીજા નંબરે ગ્રેનાડાનો એન્ડરસન પીટર્સ રહ્યો હતો, જેને 88.54 મીટરનો થ્રો કર્યો હતો.


નીરજ ચોપરા સિલ્વર મેડલ જીતીને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, રમતગમત ખાતાના પ્રધાન સહિત દેશભરના લોકોએ અડધી રાતે નીરજને શુભેચ્છાઓ આપી હતી. બોલીવુડના કલાકારોએ અભિનંદન પાઠવીને નીરજને બિરદાવ્યો હતો. સામે પક્ષે ગોલ્ડ જીતનારા પાકિસ્તાનના અરશદ નદીમ અંગે નીરજની માતાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે નદીમ પણ અમારો દીકરો છે. નીરજની મા સરોજ દેવીએ મીડિયાને સંબોધતા કહ્યું નીરજની જીતથી પણ અમને ખુશી મળે છે. નીરજનો સિલ્વર મેડલ અમારા માટે ગોલ્ડ બરાબર છે, જ્યારે જે ગોલ્ડ લાવ્યો એ પણ અમારો દીકરો છે. મહેનત કરીને લાવ્યો છે. તેને ઈજા પહોંચી હતી, પણ તેના પ્રદર્શનથી ખુશી મળી છે.

O
પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનારા નદીમને શુભેચ્છા આપતા નીરજની માતાએ કહ્યું કે નીરજ ઘરે આવવાની ખુશી છે, જ્યારે તે ઘરે આવશે ત્યારે એની મનપસંદ ફૂડ બનાવીને એને ખવડાવીશ.દરમિયાન નીરજના પિતાએ કહ્યું કે અરશદે પણ મેડલ જીત્યો એની ખુશી થઈ છે. અમે તેને પ્રેશર આપી શકીએે નહીં. દરેક ખેલાડી માટે એક દિવસ હોય છે અને આજે અરશદનો દિવસ હતો, જેથી તે ગોલ્ડ જીત્યો છે.
અહીં એ જણાવવાનું કે પેરિસમાં રમાઈ રહેલી ઓલિમ્પિકમાં ગુરુવારનો દિવસ ભારત માટે સારો રહ્યો હતો. સાંજે ભારત અને સ્પેન વચ્ચે રમાયેલી બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં ભારત જીતીને મેડલ મેળવ્યો હતો, જ્યારે નીરજે સિલ્વર અપાવતા ભારતના હસ્તક એકસાથે બે મેડલ આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!