અસ્થિરતા બાંગ્લાદેશમાં અને ભારતમાં માહોલ તંગ, જાણો કારણો?
પૂર્વની સાથે પશ્ચિમ ભારતની સરહદોના રક્ષણ સાથે બાંગ્લાદેશી શરણાર્થીઓનો પડકાર
ઢાકા-નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં શેખ હસીના સામે વિરોધ પ્રદર્શનો વચ્ચે દેશ છોડીને ભાગ્યા પછી પડોશી દેશ પૈકી સૌથી પહેલી ચિંતા ભારત વધારી છે. વડા પ્રધાન શેખ હસીના સામે અનામત સહિત અન્ય મુદ્દે બળવો થયા પછી હસીનાને ભારત સરકારે શરણું આપ્યું છે, ત્યાર બાદ ભારતથી તેઓ વિદેશમાં જઈ શકે છે, પરંતુ એની વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સીઈસીની બેઠકમાં ભારતની સુરક્ષા સંબંધમાં તાત્કાલિક બેઠક યોજીની સમીક્ષા કરવાની નોબત આવી હતી. પૂર્વ ભારતમાં રાજકીય અસ્થિરતા વચ્ચે જમ્મુ કાશ્મીરની સરહદ પર પણ પાકિસ્તાન તરફી કોઈ હુમલો કરવામાં આવી શકે છે, તેથી ભારતે એક બાજુ નહીં, બે સરહદી સીમા પર સતર્ક રહેવાનો વખત આવ્યો છે.
અફઘાનિસ્તાન જેવા બાંગ્લાદેશના હાલ
મુસ્લિમ રાષ્ટ્રો પર કટ્ટરવાદી આતંકવાદી સંગઠનનું વર્ચસ્વ રહ્યું છે, જેમાં પાકિસ્તાન કહો કે પછી અફઘાનિસ્તાન જ કેમ ન હોય. આ વખતે ફરી બાંગ્લાદેશમાં કથિ વિદ્યાર્થી સંગઠન દ્વારા સરકારને ઉથલાવવાનું કહેવાય, પરંતુ પડતા પાછળના સૂત્રો તો કોઈ અલગ જ છે એ હકીકત છે. આ ઉપરાંત, લઘુમતી કોમના લોકો પર બાંગ્લાદેશમાં વધુ મુશ્કેલીઓ શરુ થઈ શકે છે. કટ્ટરપંથીઓ હિંદુ મંદિર અને શિલ્પ સ્થાપત્યને નુકસાન પહોંચાડવાના અહેવાલોને કારણે ભારતમાં બાંગ્લાદેશી શરણાર્થીઓની સંખ્યા વધી શકે છે.
કટ્ટરવાદી આતંકવાદીઓનું જોખમ વધ્યું
ગુપ્તચર વિભાગની માહિતી અનુસાર બાંગ્લાદેશમાં હિંસા-વિરોધ પ્રદર્શનો વચ્ચે અનેક પ્રતિબંધિત ઈસ્લામી આતંકવાદી સંગઠનો સક્રિય બન્યા છે. જેલમાંથી આતંકવાદી સંગઠન જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ (જેએમબી) અને અંસારુલ્લાહ બાંગ્લાદેશ ટીમના સભ્યો ભાગી ગયા છે. આ બંને પ્રતિબંધિત કટ્ટરવાદી આતંકવાદી સંગઠનનું જોખમ વધ્યું છે, તેનાથી એજન્સી સતર્ક છે, જે સંગઠનના આતંકવાદીઓ ભૂતકાળમાં પશ્ચિમ બંગાળ અને આસામમાંથી ધરપકડ કરવામાં આવી છે. ભારતમાં પણ કોઈ અનર્થ ટાળવા માટે કેન્દ્રીય એજન્સીઓ સતર્ક બની છે.
4,096 કિલોમીટરની સીમારેખા પર હાઈ એલર્ટ
બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને પદભ્રષ્ટ કર્યા પછી ભારતીય સુરક્ષા એજન્સી સંપૂર્ણ રીતે હાઈ એલર્ટ પર છે. બાંગ્લાદેશ નજીક ભારતીય સીમા સુરક્ષા દળોને સતર્ક કરવામાં આવ્યું છે. ભારતીય બીએસએફ સહિત અન્ય એજન્સીને પણ એલર્ટ રાખવામાં આવ્યું છે. 4,096 કિલોમીટર લાંબી સીમા રેખા પર સતર્ક રહેવાનો આદેશ આપ્યો છે, જ્યારે 24 પરગણા જિલ્લા સ્થિત સીમારેખાની સમીક્ષા કરી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ઘૂસણખોરી થઈ શકે, મેઘાલયમાં સંચારબંધી
પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લા નજીક ભારત-બાંગ્લાદેશ સરહદ પર જ્યાં અમુદિયા સીમા ચોકી છે, જ્યાં 10-15 બાંગ્લાદેશી ધૂસણખોરોએ ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિષ્ફળ બનાવ્યો હતો. બાંગ્લાદેશના નદિયા જિલ્લાના મલુઆપાડા, હલદરપાડા, બાનપુર અને મેટિયારીમાં ઘૂસણખોરીની શંકાને લઈ સુરક્ષામાં વધારી છે. મેઘાલયના નાયબ મુખ્ય પ્રધાન પ્રેસ્ટોન તિનસોંગે 444 કિલોમીટરના સરહદી વિસ્તારમાં રોજ સાંજે છ વાગ્યાથી છ વાગ્યા સુધી કર્ફયૂ રાખવાની જાહેરાત કરી હતી.
રેલ-ફ્લાઈટ સેવા અનિશ્ચિતકાળ માટે સ્થગિત
બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતાને કારણે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની રેલવે સેવા સ્થગિત કરવામાં આવી છે, જ્યારે એર ઈન્ડિયા સહિત ઈન્ડિગોએ પણ ઢાકાની ફ્લાઈટ સર્વિસને અનિશ્ચિત સમયગાળા માટે સ્થગિત કરી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાએ પણ અમેરિકન નાગરિકોને સુરક્ષિત જગ્યાએ શરણ લેવાનો અનુરોધ કર્યો છે.