સ્ટ્રેસ સ્લો પોઈઝન સમાન છે, તમારા મગજમાં ઘર કરે એ પહેલા આટલું અચૂક કરો
ચિંતા ચિત્તાસમાન છે એ ગુજરાતી કહેવત જેમ તેમ બની નથી, પરંતુ સામાન્ય વ્યક્તિની જીવનશૈલીને સંપૂર્ણ સ્પર્શે છે. જો વધુ પડતી ચિંતા ચાહે એમાં તમારા ઘરની વાત હોય કે ઓફિસ કામની કે આરોગ્ય સંબંધિત. મહિલાઓ હોય કે વિદ્યાર્થી સૌને લાગુ પડે છે. શક્ય એટલા જીવનમાં હળવા રહેવાનું રાખો તો તમને ચોક્કસ જિંદગી જીવવા લાગે પણ વધુ પડતો બોજ લઈને ફર્યા કરો તો ચોક્કસ તમારી જિંદગીમાં રોગ કરતા પણ ચિંતાનો મોટો બોજ બની જશે, તેથી સ્ટ્રેસથી દૂર રહો. જો એ શક્ય બનતું હોય તમે અમુક બાબતનું પાલન કરશો તો ચોક્કસ ચિંતાથી દૂર રહી શકશો.
બીજી એક મહત્વની વાત એ પણ કહેવાની કે ચિંતાથી દૂર રહેવા માટે તમે એકદમ બિંદાસ્ત થવાનું પણ નથી કે ધંધો કે નોકરી થયા કરશે પણ મૂળ વાત તો તમારે થોડા વ્યવહારું કે પ્રેક્ટિકલ બની જિંદગી જીવવાની છે તો તમે ખુશ રહી શકશો. સ્ટ્રેસથી દૂર રહેવા માટે તમે આ પાંચ વણમાગી સલાહનું અનુસરણ કરી શકો છો.
1 પૂરતી ઊંઘ લોઃ આજકાલની વ્યસ્ત જીવનશૈલીમાં તમે તમારા માટે પૂરતી ઊંઘ લેવાનું નક્કી કરો. ઊંઘ પૂરી નહીં થવાને કારણે આરોગ્ય સંબંધિત અનેક સમસ્યા ઊભી થઈ શકે છે. તમારા મેન્ટલને પણ અસર કરે છે, તેથી ચિંતાથી દૂર રહેવા માટે એટલિસ્ટ સાતથી આઠ કલાકની ઊંઘ લેવી જોઈએ.
2 નેટવર્કિંગ વધારોઃ તમે તમારું નેટવર્ક વધારો. ઓછા મિત્રો અને લિમિટેડ લોકો પરિવારમાં હોવાથી અમુક વખતે વ્યક્તિ પોતાના મનની વાત અન્ય લોકોને કહી શકતા નથી, તેથી શક્ય એટલા મિત્રો બનાવો, જેથી તમારી એકલતા દૂર થશે અને ચિંતામાં રહી શકશો નહીં.
3 ટોક્સિક લોકોથી દૂર રહોઃ શક્ય એટલા નકારાત્મક વિચારશ્રેણીવાળા લોકોથી દૂર રહો તથા તેમની વિચારધારાને પણ તમારા જીવનમાં આવવા દેશો નહીં અથવા હાવિ થવા દેશો નહીં. રહી વાત તમારા મનની તો નાની નાની વાતો પણ તમારા દિમાગ પર હાવિ થવા દેશો નહીં, જેનાથી તમને માઠું લાગશે નહીં અને ચિંતામાં રહેશો નહીં.
4 નિયમિત કસરત કરોઃ તમારું આરોગ્ય તંદુરસ્ત રહી શકે તો તમારી અનેક સમસ્યા દૂર થઈ શકે છે. જો તમે કોઈ કસરત રેગ્યુલર કરવાનું રાખો તમારું લોહી, મગજથી લઈને શરીરના અન્ય અંગો પણ સતત કાર્યશીલ રહેશે જેનો પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બંને રીતે ફાયદો થાય છે. રહી વાત ખાવાની તો શક્ય એટલા ફૂડમાં સાકર અને મીઠા (નમક)નો ઓછો ઉપયોગ કરો. મીઠાના વધારે પડતા ઉપયોગથી બ્લડ પ્રેશર વધે છે, જે સૌથી વધુ ચિંતાનું કારણ છે.
5 બ્રેક લેવાનું રાખોઃ તમારી રોજિંદી લાઈફમાં કામકાજ હોય કે રુટિન કામધંધો. તમારા અને તમારા પરિવારને પૂરતો ટાઈમ આપો. મહિના-બે મહિનામાં એવી જગ્યાએ ફરવાનું રાખો, જેથી તમને થોડી નવી દુનિયાની પરખ થાય. એકસરખી રુટિન લાઈફ જીવવામાં તમને મુક્તિનો અહેસાસ થશે, જ્યારે અવનવી બાબતની જાણકારી મળવાથી તમારું મગજ વધુ રિલેક્સ રહી શકશે.