IND VS SL: ગંભીર-યાદવ યુગનો આરંભઃ શ્રીલંકા સામે ટીમ ઈન્ડિયાનો 43 રનથી વિજય
સૂર્યાકુમાર યાદવની ઝંઝાવાતી બેટિંગ અને રિયાન પરાગની ત્રણ વિકેટે કરી ધમાલ
પલ્લેકલઃ ટવેન્ટી-20 વર્લ્ડ કપમાં ભારત ચેમ્પિયન બન્યા પછી ઝિમ્બાબવેના પ્રવાસમાં ભારત જીતીને આવ્યા પછી સીધા શ્રીલંકા પ્રવાસે પહોંચ્યું. શ્રીલંકામાં ભારતીય ટીમની આગેવાની કોચ તરીકે ગૌતમ ગંભીર અને કેપ્ટન તરીકે સૂર્યાકુમાર યાદવ ત્રણ મેચ પૈકીની આજે પહેલી મેચમાં 43 રનથી જીત્યું. પહેલી બેટિંગમાં ટીમ ઈન્ડિયાએ 20 ઓવમાં 213 રન બનાવ્યા હતા, જેના જવાબમાં શ્રીલંકા (19.2 ઓવરમાં) 170 રને ઓલઆઉટ થયું હતું.
214 રનનો ટાર્ગેટ અચીવ કરવા આવેલી શ્રીલંકાની ટીમ એક તબક્કે એક વિકેટે 140 રન બનાવ્યા હતા, પરંતુ એના પછી 30 રન બાકી નવ વિકેટ ગુમાવી હતી. શ્રીલંકા વતીથી પથુમ નિસાંકાએ સૌથી વધુ રન (48 બોલમાં ચાર સિક્સર સાત ચોગ્ગા સાથે 79) બનાવ્યા હતા, પરંતુ ટીમ ઈન્ડિયાના બોલર છેલ્લે વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. ટીમ ઈન્ડિયાના ઓલ રાઉન્ડર બોલર રિયાન પરાગે ત્રણ વિકેટ ઝડપી હતી. 20 ઓવરમાં બે બોલમાં બે વિકેટ ઝડપીને શ્રીલંકાને ઘરભેગું કર્યું હતું. આ જીતથી ભારતીય ટીમ ત્રણ મેચની સિરીઝમાં 1-0થી આગળ રહ્યું છે, જ્યારે આવતીકાલે બીજી મેચ રમાશે.
પહેલી બેટિંગમાં આવેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 213 રન ફટકારીને પડકારજનક સ્કોર આપ્યો હતો. ઓપનર બેટરમાં યશસ્વી જયસ્વાલ (21 બોલમાં 40 રન), શુભમન ગિલ (16 બોલમાં 34 રન), સૂર્યાકુમાર યાદવ (26 બોલમાં 48 રન) અને ઋષભ પંત (33 બોલમાં 49 રન) કર્યા હતા, પરંતુ હાર્દિક પંડ્યા, રિયાન પરાગ નિષ્ફળ રહ્યા હતા. જોકે, શ્રીલંકાએ શરુઆત ધીમી પણ મજબૂત બેટિંગ કરી હતી. એક સાઈડથી પથુમ નિસાંકાએ બાજી સંભાળી રાખી હતી, જેને શરુઆતના તમામ બોલરની ધુલાઈ કરી હતી.
છેલ્લે 24 બોલમાં 56 રનની જરુર હતી, ત્યારે કેપ્ટન સૂર્યાકુમાર યાદવે રિયાન પરાગને બોલિંગ આપી હતી અને 17મી ઓવરમાં દાસુન શનાકાને રન આઉટ કરાવ્યો હતો. ચોથા બોલમાં કમિન્દુ મેન્ડિસને આઉટ કરીને પહેલી ઈન્ટરનેશનલ વિકેટ લીધી હતી એની સાથે પાંચ રન આપ્યા હતા. રિયાન પરાગે બે (1.2) ઓવર ફેંકીને પાંચ રને ત્રણ વિકેટ ઝડપીને રેકોર્ડ બનાવ્યો હતો. ભારતીય ટીમવતીથી હાર્દિક પંડ્યા સિવાય તમામ બોલરને વિકેટ મળી હતી. અર્શદીપ સિંહ, અક્ષર પટેલને બબ્બે અને મહોમ્મદ સિરાજ અને રવિ બિશ્નોઈને એક-એક વિકેટ મળી હતી.
બે હાથથી બોલિંગ ફેંકીને કમિન્દુ મેન્ડિસે સૌને ચોંકાવ્યા
Kamindu Mendis bowling left arm to Suryakumar Yadav and right arm to Rishabh Pant. 😄👌 pic.twitter.com/ZBBvEbfQpS
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 27, 2024
શ્રીલંકાના ઓલ રાઉન્ડર કમિન્દુ મેન્ડિસે બે હાથથી બોલિંગ ફેંકીને ટીમ ઈન્ડિયાના ધુરંધરોને ચોંકાવ્યા હતા. કમિન્દુ મેન્ડિસ શ્રી લંકાની અંડર નાઈન્ટીન ટીમના વર્લ્ડ કપમાં કેપ્ટન રહી ચૂક્યો છે. આજની ચરિથ અસલંકાની કેપ્ટનશિપ હેઠળની લંકાની ટીમે ટોસ જીતીને પહેલી બોલિંગ લીધી હતી. મેન્ડિસે એક ઓવર ફેંકી હતી. દસમી ઓવરમાં બે બોલ ડાબા હાથ (સૂર્યકુમાર)થી ફેંક્યા હતા, જ્યારે પંત સ્ટ્રાઈકમાં આવ્યો ત્યારે જમણા હાથથી બોલિંગ કરી હતી. મેન્ડિસની બોલિંગથી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ દંગ રહી ગયા હતા. આ વખતે ભારતીય ટીમના કેપ્ટન સૂર્યા કુમાર યાદવ અને મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીર છે, જ્યારે શ્રીલંકાની ટીમના કોચ તરીકે સનથ જયસૂર્યાની પસંદગી કરવામાં આવી છે.