July 1, 2025
લાઈફ સ્ટાઈલવાંચન વૈવિધ્યમહોમ

Sunday Special: આજનો દિવસ માતાપિતાને સમર્પિત, જાણો કારણ?

Spread the love

માતાપિતાનું મૂલ્ય દરેકના માટે અલગ અલગ હોય છે. દરેક સંતાનના ઉછેરમાં માતાપિતાનું એક સમાન જ યોગદાન હોય છે, પરંતુ ક્યારેક દીકરો હોય કે દીકરી તેનું મૂલ્ય અલગ અલગ આંકે છે. ખેર, આજના દિવસે માતાપિતાના પ્રેમ અને સન્માનને જાળવી રાખવાની વાત કરીએ. માતાપિતાના યોગદાનને કોઈ ત્રાજવે તોલી શકાય નહીં કે એનું ઋણ કોઈ દીકરો-દીકરી ચૂકવી શકે નહીં છતાં વાત એટલી કે એમને સારી રીતે સાચવી, સન્માની શકાય અને આજે એના સંબંધિત દિવસ છે.
આજના દિવસે દુનિયાભરમાં નેશનલ પેરેન્ટ્સ ડે તરીકે સેલિબ્રેશન કરવામાં આવે છે. માતાપિતાનું મહત્ત્વ સમજવા માટે પણ ઉજવાય છે, જ્યારે તેમના ઉછેર અંગે સંતાનો આભાર પણ વ્યક્ત કરી શકે છે. દૂર હોય તો શુભેચ્છા મોકલી શકે છે. દીકરો યા દીકરી પણ માતાપિતાને પસંદ ગમતું ભોજન યા ફરવાના સ્થળે પણ લઈ જઈ શકો છો.
parents love
એના મહત્ત્વની વાત કરીએ તો માતાપિતાના મહત્ત્વને સમજવા અને તેમના પ્રત્યે પ્રેમ-સન્માન તરીકે ઉજવાય છે. સંતાનો પણ પોતાના માતાપિતાને એ જતાવવાની કોશિશ કરી શકે છે તેમને કેટલી સારી રીતે તમારો ઉછેર કર્યો.
વધુમાં કહીએ માતાપિતાના મહત્ત્વની તો એમના ઋણ અંગેનું કોઈ પુસ્તક કે મહાગ્રંથ પણ નાનો પડે પણ તેમને કરેલા અગણિત બલિદાનોનું મૂલ્ય આંકી શકો છો. તેમના પ્રેમ, સમર્થન-ટેકો માર્ગદર્શનને કારણે કોઈ શિખર પર પહોંચવા કે પહોંચાડવા માટે કાબેલ બનાવ્યા છે. બિનશરતી અને નિસ્વાર્થ પ્રેમ કરવાની સાથે તમારી દરકાર લેનારા આ દુનિયામાં એકમાત્ર માતાપિતા જ હોય છે. આ જ દિવસે તમે તમારી માતા કે પિતા સાથે થોડો વધારે સમય વીતાવજો. એમના મનની વાત સાંભળીને પણ રોકાઈ જજો અને દિલથી વાત સાંભળીને એનું પાલન પણ કરી જોજો. માતાપિતા સાથે તમને પણ આનંદ મળશે.
નેશનલ પેરેન્ટ્સ ડેનું દરેક સમાજમાં આગવું મહત્ત્વ આંકવામાં આવ્યું છે, પણ સંતાનો પોતાના માતાપિતાને ખુશ-સુખરુપ રાખી શકે એ માટે સેલિબ્રેશન કરાય છે, જ્યારે માતાપિતા એ દરેક સમાજનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે, તેથી તેનું એટ લિસ્ટ આજના દિવસે તો મૂલ્ય આંકી શકો છો. હવે તમારા મગજમાં થશે કે નેશનલ પેરન્ટસ ડેનું શા માટે સેલિબ્રેશન કરાય છે કે ક્યાંથી કરાર છે તો આઠમી મે 1973ના દક્ષિણ કોરિયામાં પ્રારંભ થયો હતો, પરંતુ સત્તાવાર રીતે અમેરિકામાં 1994થી સેલિબ્રેટ કરતા હતા. આ દિવસને અલગ અલગ દેશમાં મનાવાય છે, પરંતુ અમેરિકામાં હવે દર જુલાઈ મહિનાના ચોથા રવિવારે મનાવાય છે.
માતાપિતાની છત્રછાયા ન હોય તો તેનું વિશેષ મહત્ત્વ સમજાય છે અથવા અનાથ બાળકો માટે પણ માતાપિતા શું છે એનું મહત્ત્વ સમજી શકાય છે. આમ છતાં આજના દિવસે તો માતાપિતાને ભેટીને કે યા પગે લાગીને વંદન કરી શકો છો.
દરેક સમાજમાં માતાપિતાનું વિશેષ મહત્ત્વ આંકવામાં આવ્યું છે, પરંતુ દુનિયાભરમાં કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ વૈશ્વિક સ્તરે માતાપિતાવાળા પરિવારમાં રહેનારા બાળકોનું પ્રમાણ 64 ટકા છે. એનાથી અલગ સંશોધનમાં તારણ કાઢવામાં આવ્યું છે કે પચાસ ટકા બાળકો જેમના માતાપિતાના છૂટાછેડા થવાને કારણે આરોગ્ય સંબંધિત સમસ્યા વધારે રહે છે. 1960 પછી એકલા પિતા દ્વારા બાળકોનો ઉછેર કરવાનું પ્રમાણ નવ ગણું વધ્યું છે, જ્યારે એકલી માતા યા વિધવા થયા પછી બાળકોનો ઉછેર કરવાનું 49 ટકા પ્રમાણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!