July 1, 2025
ઈન્ટરનેશનલરમત ગમત

પેરિસ ઓલિમ્પિકઃ ભારતીય હોકી ટીમ પોતાનો દબદબો કાયમ રાખી શકશે?, ભવ્ય ભૂતકાળ જાણી લો

Spread the love

પેરિસઃ ફ્રાન્સના પાટનગર પેરિસમાં ઓલિમ્પિકની રમત શરુ થઈ ગઈ છે, જ્યારે અનેક અવરોધો વચ્ચે અમુક ખેલાડીઓ પણ પોતાના દેશ પાછા ફર્યા છે, પરંતુ ભારતીય ખેલાડીઓ પોતાના દેશનું નામ રોશન કરવા માટે કમર કસશે. પાકિસ્તાનના સાત ખેલાડી સામે ભારતના 117 એથ્લેટ્સ ભાગ લઈ રહ્યા છે, જ્યારે હોકીની ટીમ પણ પહોંચી છે. ભારતીય પુરુષોની ટીમ આજથી રમવાનું શરુ કરશે. 2020માં ટોકિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યું હતું, જ્યારે આ જ દબદબો ફ્રાન્સમાં ટીમ ઈન્ડિયા કાયમ રાખે એવી આશા રાખવામાં આવી રહી છે. જોકે, હોકીમાં ભારતનો ભવ્ય ભૂતકાળ રહ્યો છે એની રસપ્રદ વાતો કરીએ.
paris olympic hockey team india
ભારતીય પુરુષ ટીમ અત્યાર સુધીમાં 12 વખત મેડલ જીતી ચૂક્યું છે. હરમનપ્રીત સિંહની આગેવાનીમાં આજની મેચ ન્યૂઝીલેન્ડ સામે રમશે. એના પછી આર્જેન્ટિના, આયર્લેન્ડ અને પહેલી ઓગસ્ટના બેલ્જિયમ સામે રમવાની રહેશે. બીજી ઓગસ્ટે ઓસ્ટ્રેલિયા સામે રહેશે. ટીમ ઈન્ડિયાને જીત માટે રમત ગમત ખાતાના પ્રધાને પણ શુભેચ્છાઓ આપી છે.


ભારતમાં ક્રિકેટ વધારે રમાય પણ આપણી રાષ્ટ્રીય રમત તો હોકી જ છે. છતાં તમને પણ હોકીની રમત કરતાં વધુ ક્રિકેટનું જ્ઞાન હશે. ક્રિકેટના સાથે તેનું રમવાનું ચલણ પર હવે તો ભારતમાં ઘર ઘર પહોંચ્યું છે. ચાલો તમને જણાવી દઈએ હોકીની ઐતિહાસિક અને મહત્વની વાતો જે તમને ક્યારેય ખબર નથી.
સાતમી નવેમ્બર 1925માં ભારતીય હોકી ફેડરેશનનું ગઠન કરવામાં આવ્યું ત્યારબાદ 1928માં ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન (આઈએચએફ)નું મેમ્બર બન્યું, પરંતુ એની સાથે સૌથી પહેલું નોન-યુરોપિયન મેમ્બર બન્યું હતું. ચાર વર્ષ પછી પહેલી વખત ભારતીય રમતના ખેલાડીઓને વિદેશમાં જવાની તક મળી. પહેલી વખત ભારતીય ટીમના ખેલાડીઓને કોલંબો, મલયા, ટોકિયો, લોસ એન્જલસ, ઓમાહા, ફિલાડેલ્ફિયા, એમસ્ટરડમ, બર્લિન, પ્રાગ અને બુડાપેસ્ટમાં રમ્યા, એ પણ એરાઉન્ડ ધ વર્લ્ડ રમવાની તક મળી અને નવા ઈતિહાસનું નિર્માણ થયું હતું.
મજાની વાત એ હતી કે જે વર્ષે ભારત ઈન્ટરનેશનલ હોકી ફેડરેશનનું મેમ્બર બન્યું એ વર્ષે ભારતે પહેલી વખત 1928માં ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. ભારતે 41 વર્ષમાં પહેલી વખત ઓલિમ્પિક હોકીમાં બ્રોન્ઝ જીત્યો હતો, જે દેશ માટે મોટી સિદ્ધિ હતી. એ વર્ષનું ભારતના હોકીના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરમાં લખાયું છે, કારણ કે પડકારોની વચ્ચે મેડલ જીત્યા હતા અને આખી ટીમનું ગઠન કર્યું હતું.
ભારતીય ઓલિમ્પિક સંઘને કારણે ભારતીય હોકીને ઓલિમ્પિકમાં સ્થાન મળ્યું હતું.
બીજી એક આડ વાત કરીએ તો 1920ની એન્ટવર્પ ઓલિમ્પિક રમત પછી હોકીને ઓલિમ્પિકમાંથી હટાવ્યું હતું. 1924ની પેરિસ ઓલિમ્પિકમાં પણ હોકીને સ્થાન આપ્યું નહોતું. આમ છતાં અનેક ચઢાઉ ઉતાર વચ્ચે હોકીને ઓલિમ્પિકમાં સમાવેશ કર્યો ત્યારે ધ્યાનચંદની આગેવાની હેઠળની ટીમમાં મોટાભાગના હિંદુસ્તાની આર્મી અને અંગ્રેજો પણ હતા. રંગભેદ અને અંગ્રેજોના દમનના જમાનામાં પણ હોકીની રમતમાં એને સ્થાન નહોતું મળ્યું.
આકાશ પાતાળ એક કરીને જ્યારે ભારતીય હોકી ટીમને 10 માર્ચ 1928ના મુંબઈમાં કેસર એ હિંદ શિપમાંથી રવાના કરી ત્યારે તેમને ટાટા બાય બાય કરવા માટે ફક્ત ત્રણ મહાનુભાવો હતા ભારતીય હોકી ટીમના પ્રમુખ બર્ન મુર્ડોક, ઉપપ્રમુખ ચાર્લ્સ ન્યુહૈમ અને બંગાળ હોકી ટીમના સંસ્થાપક એસ. ભટ્ટાચાર્ય. ત્રણ અઠવાડિયા પછી ઇંગ્લેન્ડ પહોંચ્યા પછી પ્રેક્ટિસ મેચમાં ઇંગ્લેન્ડનું સપનું ચકનાચુર કરી નાખ્યું હતું ટીમ ઈન્ડિયાએ. એના પછી ભારતે પાછું વળીને જોયું નહોતું. ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, ડેન્માર્કને ધુળ ચટાડી દીધી હતી, ત્યારબાદ સેમી ફાઈનલમાં સ્વિટર્ઝલેન્ડને પરાસ્ત કર્યા પછી ફાઈલનમાં હોલેન્ડને ઘરભેગું કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. એ ભારતીય હોકી માટે નવા ઇતિહાસનું નિર્માણ કર્યું હતું. ભારતીય હોકી ટીમે ઓલિમ્પિકમાં પહેલો ગોલ્ડ જીતીને નવો અધ્યાય લખ્યો હતો અને ભારતીયોએ પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી હતી, જ્યારે તેમાં પહેલું નામ ધ્યાનચંદનું લેવાયું હતું. બસ એ પછી ભારતીય હોકીએ દુનિયામાં ડંકો વગાડ્યો હતો.
Dhyan Chand
ગોલ્ડ સિવાય એક વિક્રમની વાત કરીએ તો ભારત 1928થી 1960 સુધી રમ્યુ હતુ, જેમાં 30 ભવ્ય જીત મળી હતી. આમ છતાં સૌથી મોટો વિજય તો 1932ની ઓલિમ્પિકમાં પુલ મેચમાં યુએસએ સામે 24 ગોલથી જીત્યું હતું, એ સૌથી વધુ ગોલ સાથેનો વિક્રમ હતો.
1944થી દર વર્ષ નેશલ હોકી ચેમ્પિયનશિપ યોજવામાં આવે છે. પુરુષની કેટેગરી સાથે સાથે 1947માં ભારતને મળેલી આઝાદી સાથે ઓલ ઈન્ડિયા વીમેન ફેડરેશનનું ગઠન કરવામાં આવ્યું હતું. તબક્કાવાર ક્રિકેટની માફક હોકીને ભારતમાં વ્યવસ્થિત સન્માન મળવા લાગ્યું હતું, જ્યારે લોકો પણ રસ લેવા લાગ્યા હતા. 1971માં પહેલી વખત હોકી વર્લ્ડ કપ બાર્સેલોનામાં રમાયો હતો, જેમાં ભારતને ત્રીજું સ્થાન મળ્યું હતું. 1975માં મલેશિયાના પાટનગર કુઆલાલ્પુરમાં રમાયેલો હોકી વર્લ્ડ કપ ભારત જીત્યું હતું.
ખેલાડીઓના જનક ધ્યાનચંદ કહી શકો છો પણ જલંધરના ખેલાડીઓની પણ નોંધ લેવી પડે, કારણ કે આ જિલ્લામાંથી ભારતને નવ જેટલા ઓલિમ્પિયન ખેલાડી મળ્યા હતા. ગુરમિત સિંહ (1932), ઉધમસિંહ (1952, 1956, 1960, 1964), ગુરદેવ સિંહ (1956), દર્શન સિંહ (1964), જગીત સિંહ (1964-1968), બલબીર સિંહ, પંજાબ અને તરસીમ સિંહ અને વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન અજિતપાલ સિંહ (1968, 1972 અને 1976) વગેરનું પ્રદાન પણ મોખરાનું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!