હનિમૂન માટે ગુજરાતનું લોકપ્રિય હિલ સ્ટેશન ખબર છે…?
ગુજરાતીઓ ફરવાના શોખીન વધારે હોય છે. ઓછા ખર્ચે કે કિફાયતી દરે ફરવાનું પણ ચૂકતા નથી આમ છતાં દેશમાં ફરનારા સમુદાયોમાં મરાઠીઓ, બંગાળીઓની માફક ગુજરાતી લોકો વિશેષ ફરે છે. હવે ભારત જ નહીં, વિદેશમાં ફરવાનો પણ ક્રેઝ ધરાવે છે. અન્ય રાજ્યની તુલનામાં ગુજરાતમાં પણ ટૂરિસ્ટ સ્પોટની સંખ્યા વધી રહી છે, જ્યારે હવે તો હનિમૂન માટેના લોકેશન વધી રહ્યા છે, જ્યારે લોકપ્રિય બની રહ્યા છે. હનિમૂન માટેનું હોટ ફેવરિટ હિલ સ્ટેશન તરીકે સાપુતારા જાણીતું છે.
સાપુતારા દરિયાની સપાટીથી 3,000 ફૂટની ઊંચી સપાટીએ આવેલું છે, જ્યારે અહીં ફરવા માટેના પણ અનેક સ્થળો આવેલા છે. સાપુતારા હિલ સ્ટેશન ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગથી 953 પર આવેલું છે, જે સોનગઢથી કનેક્ટેડ છે. સાપુતારા હિલ સ્ટેશન 1960માં બોમ્બે અને ગુજરાતના ભાગલા દરમિયાન કરવામાં આવી હતી. પૌરાણિક કથા અનુસાર ભગવાન રામના વનવાસ દરમિયાન અગિયાર વર્ષ અહીં વીતાવ્યા હતા. સાપુતારામાં મૂળ રહેવાસીઓ આદિવાસી સુમદાયના છે, જ્યારે તેમને લોકો ડાંગી પણ કહે છે.
સાપુતારાના લોકપ્રિય સ્ટેશનમાં હાથગઢ કિલ્લો, સાપુતારા લેક, સાપુતારા મ્યુઝિયમ, વાંસદા નેશનલ પાર્ક, ગીરા ધોધ લોકપ્રિય છે. હાથગઢ કિલ્લો પ્રાચીન છે, જ્યારે પ્રકૃતિ પ્રેમીઓ માટે સનસેટ-સનરાઈઝ પોઈન્ટ જવાનું ચૂકવું નહીં. જેને વેલી વ્યૂ પોઈન્ટ તરીકે પણ લોકો ઓળખે છે. એ જ રીતે 150 ફૂટની ઊંચાઈ પરના ગિરા ધોધનું લોકોમાં વિશેષ આકર્ષણ છે. એના સિવાય આર્ટિસ્ટ વિલેજ, સ્ટેપ ગાર્ડન, રોપ-વેનો પણ સમાવેશ થાય છે.
સાપુતારા બ્યુટિફુલ હિલ સ્ટેશન છે, જે સહ્યાદ્રી અને પશ્ચિમ ઘાટમાં આવેલું છે. સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન હોવાને કારણે પ્રવાસીઓની સાથે સ્થાનિક લોકો માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. ચોમાસામાં તો પૂર બહારમાં લીલોતરી જોવા મળે છે. ટ્રાફિક અને પ્રદૂષણ વિનાનું આ હિલ સ્ટેશન હવે ગુજરાતીઓ જ નહીં, પરંતુ વિદેશી પ્રવાસીઓ લટાર મારવા આવે છે. ક્યાં આવેલું છે અને કઈ રીતે પહોંચશો તો એ જણાવીએ.
સાપુતારા પહોંચવા માટે તમે અમદાવાદથી 420 કિલોમીટર અને મુંબઈથી 185 કિલોમીટરના અંતરે આવેલું છે. વઘઈ સ્થિત નેરોગેજ રેલ લાઈન તેમ જ બ્રોડગેજથી બિલિમોરા સ્ટેશન છે. બિલિમોરાથી 110 કિલોમીટર દૂર સાપુતારા છે. સ્થાનિક ટ્રાન્સપોર્ટ બસ, રિક્ષા કે અન્ય વાહન મારફત સાપુતારા પહોંચી શકો છો. નજીકનું એરપોર્ટ સુરત છે, જ્યારે હરવા-ફરવા માટે માર્ચ મહિનાથી નવેમ્બર મહિનાનું યોગ્ય રહે છે.
અહીંના લોકો વિશેષ માયાળુ અને હેલ્પિંગ પીપલ છે. જો ઓછું બજેટ હોય તો ગુજરાતી યુવાનો ખાસ કરીને સાપુતારાની લટાર મારવાનું ચૂકવું જોઈએ નહીં. સમજો સસ્તું ભાડુંને સિદ્ધપુરની જાત્રા કરી લેવી જોઈએ.