July 1, 2025
લાઈફ સ્ટાઈલહોમ

ડિજિટલ ડિટોક્સના જાણી લો ફાયદા…

Spread the love

આજના આધુનિક યુગમાં લોકો મોર્ડન બનતા જાય છે, તેમાંય ડિજિટલ યુગમાં લોકો વધુ રિયલ વર્લ્ડથી દૂર ડિજિટલ ઉપકરણોની નજીક વધુ આવી રહ્યા છે, તેની વિપરીત અસરો છે. લાંબા ગાળા દરમિયાન મુશ્કેલી નોંતરી શકે છે, તેથી દૂર રહેવાનું લાભદાયક છે. વિસ્તૃતમાં વાત કરી કરીએ તો ડિજિટલ ડિટોક્સ એક એવી તરકીબ છે, જેનાથી તમારું માનસિક આરોગ્ય તંદુરસ્ત રહી શકે છે, જ્યારે માનસિક રીતે તમે વધુ સંતુલિત રહી શકો છો. હવે તમારા મનમાં જો સવાલ થયો હોય કે ડિજિટલ ડિટોક્સ એ વળી શું હોય. એના માટે શું કરવાનું હોય. ડિજિટલ ડિટોક્સનો અર્થ એ છે કે થોડા સમયગાળા માટે તમારે તમારા ડિજિટલ ઉપકરણ એટલે મોબાઈલ, કમ્પ્યુટર, ટીવી વગેરેથી અંતર રાખવાનું હોય છે.
એટલે ડિજિટલ દુનિયાથી દૂર જઈને વાસ્તવિક દુનિયામાં તમારે તમારા માટે સમય કાઢવાનો હોય છે અને તમારા મગજને આરામ આપવાનો છે. વાસ્તવમાં ડિજિટલ ડિટોક્સથી તમારા મનને શાંતિ મળવા સાથે વધુ કંઈક નવું વિચારવાની પણ તક મળે છે.
ડિજિટલ ડિટોક્સને કારણે ચિંતા યા તણાવનું પ્રમાણ ઘટે છે. ડિજિટલ ઉપકરણોથી દૂર રહેવવાથી મગજને નવું કંઈક વિચારવાનો અવસર મળે છે. ડિજિટલ ઉપકરણોની સ્ક્રિનથી દૂર થવાથી મગજ પણ રિલેક્સ થાય છે અને શાંતિ મળે છે.
ડિજિટલ ઉપકરણોથી દૂર રહેવાને કારણે બીજો ફાયદો તમને ઉંઘ સારી મળે છે. શક્ય એટલા કામકાજના સમય પછી તમે તમારા મોબાઈલના ડેટા યા વાઈફાઈને બંધ કરીને બેસી જાઓ. ઉંઘવાના પંદર-વીસ મિનિટ પહેલા ઉપકરણોને પણ ઠેકાણે મૂકી દો, તેનાથી તમે સારી રીતે ઊંઘી પણ શકશો, તેનાથી માનસિક અને શારીરિક રીતે પણ તંદુરસ્ત રહી શકો છો. મોબાઈલ-કમ્પ્યુટરથી દૂર રહેવાને કારણે તમે વધુ તાજગી પણ અનુભવી શકો છો. પોઝિટિવ વિચાર આવવાની સાથે ખુશ પણ રહી શકો છો.
સમયનો સદુપયોગ કરવાનો મંત્ર ભૂલશો નહીં. ડિજિટલ ડિટોક્સને કારણે તમને તમારા પરિવાર અને દોસ્તો સાથે સમય વિતાવવાનો પણ સમય મળે છે. તમે તમારા પરિવારનો પૂરતો સમય આપો યા એમના મનની વાત સમજવાને કારણે તમારા જીવનમાં ઊભી થનારી સંભવિત મુશ્કેલીઓ પણ દૂર થવાના ચાન્સ રહે છે, જે કદાચ તમને ડિજિટલ સ્ક્રીન આપી શકે નહીં.
તમારા કામકાજ પ્રમાણે પણ તમારા માટે ડિજિટલ સ્ક્રીનના કોન્ટેક્ટમાં રહેવાનું જરુરી હોય તો પણ સમયાંતરે પણ તમે બ્રેક લેવાનું ચૂકશો નહીં. અમુક સમયના અંતરે બ્રેક લઈને સતત સ્ક્રીન સામે બેસી રહેવાનું ટાળો. એના સિવાય તમારા શોખ પ્રમાણે તમે ડ્રોઈંગ, ટ્રાવેલ કે કોઈ સ્પોર્ટસ કે એડવેન્ચર એક્ટિવિટીઝ પણ કરી શકો છો, તેનાથી તમને માનસિક શાંતિ સાથે તણાવ ઘટશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!