RBIએ કર્યું આ બેંકનું લાઈસન્સ રદ, તમારૂ પણ ખાતું તો નથી ને?
મુંબઈ: સિટી કો- ઓપરેટિવ બેંકમાં જો તમારું ખાતું હોય તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે. ચાલો તમને વિસ્તારથી જણાવીએ આ મહત્વના સમાચાર વિશે-
મળી રહેલી માહિતી અનુસાર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આ સિટી બેંકનું લાઈસન્સ રદ (Reserve Bank Of Mumbai Cancel City Co. Op. Bank’s Licence) કરવામાં આવ્યું છે. આ એક પ્રાઈવેટ બેંક છે અને બેંક પાસે હવે બિલકુલ ફંડ બાકી નથી, જેને કારણે હવે ભવિષ્યમાં બેંકને આવક થશે નહીં એવો ઠપકો આરબીઆઈ દ્વારા આપવામાં આવ્યો હતો.
લાઈસન્સ રદ થતાં જ બેંકે પોતાના આર્થિક વ્યવહાર બંધ કરી દીધા છે. રિઝર્વ બેંક દ્વારા નક્કી કરવામાં આવેલા સંબંધિત અધિનિયમનું પાલન ન કરવામાં આવતા આરબીઆઈ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.
આરબીઆઈ દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમોનું પાલન ન કરવામાં આવતા આરબીઆઈ દ્વારા સંબંધિત બેંકનું લાઈસન્સ રદ કરવામાં આવે છે.
રિઝર્વ બેંક દ્વારા મહારાષ્ટ્રની સિટી બેંકનું લાઈસન્સ રદ કરવામાં આવ્યું છે. બેંકમાં નિયમ અનુસાર ફંડ નહોતું અને ના તો કોઈ જગ્યાએથી ફંડ આવવાની શક્યતા હતી. હાલમાં બેંક પાસે રહેલી રકમને જોતા બેંક ગ્રાહકોને પૂરું પેમેન્ટ કરવામાં નિષ્ફળ થઈ જશે. જેને કારણે જો બેંકને હાલમાં વ્યવહાર કરવાની પરવાનગી આપવામાં આવશે તો જનહિત પર તેની વિપરીત અસર જોવા મળશે, એવું આરબીઆઈ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આરબીઆઈ દ્વારા તેના નિર્દેશોનું પાલન ન કરનારી બેંકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સિટી બેંક સિવાય અન્ય પાંચ સહકારી બેંક પણ આરબીઆઈની રડાર પર છે જેમાં જિલ્લા સહકારી બેંક ઓફ દહેરાદૂન, ધ કાંગડા કો. ઓપ. બેંક નવી દિલ્હી, રાજધાની નગર સહકારી બેંક લખનઊ, રાજકોટ નાગરિક સહકારી બેંક અને જિલ્લા સહકારી બેંક ગઢવાલનો સમાવેશ થાય છે.
