દુનિયાનું એક માત્ર શહેર, જ્યાં સંપૂર્ણ નોન-વેજ ફૂડ પર પ્રતિબંધ!
ભાવનગરઃ ખાણીપીણી અને ફરવાને લઈ ગુજરાતીઓ દુનિયાભરમાં જાણીતા છે. ખાણીપીણીને લઈને ગુજરાતીઓ શોખીન હોય છે તેમ જ નોન-વેજ ખાવાનું અવગણે છે. ગુજરાતમાં દારુબંધીને લઈ દુનિયામાં જાણીતું છે, પરંતુ તાજેતરમાં એક નવો અહેવાલ મળી રહ્યો છે કે દુનિયાનું એક માત્ર શહેર એવું છે, જ્યાં નોન-વેજ ફૂડ પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. પાલિતાણામાં લોકો શાકાહારી ખાવાનું પંદ કરે છે, તેથી નોન-વેજ ખાવામાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ગુજરાતના ભાવનગર જિલ્લા સ્થિત પાલિતાણા શહેરે નવો ઈતિહાસ રચ્યો છે. માંસાહારી ભોજનના વેાણ અને ખાવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે હવે દુનિયાનું પહેલું શહેર બન્યું છે. પાલિતાણા જૈનોનું ધર્મસ્થળ માનવામાં આવે છે, જ્યારે જૈન મુનિઓ દ્વારા પણ માંસાહારી ભોજન પર પ્રતિબંધ મૂકવા માટે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન પછી સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. 2014માં લગભગ 200 જૈન સાધુ દ્વારા શહેરની 250થી વધુ કસાઈને દુકાનોને બંધ કરવાની માગણી કરી હતી, ત્યારબાદ ભૂખ હડતાળ પણ કરવામાં આવી હતી.
રાજ્ય સરકારે જૈન સમુદાયની માગણીને ધ્યાનમાં રાખીને તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એટલું જ નહીં, પાલિતાણામાં ફક્ત માંસ જ નહીં, પરંતુ ઈંડાના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ નિયમને પસાર કરીને નિયમોનું ઉલ્લંઘન કરનારાને દંડ કરવાની પણ જોગવાઈ મૂકવામાં આવી છે.
ગાંધીના ગુજરાતમાં દારુબંધીના પ્રતિબંધ વચ્ચે માંસાહારના સંપૂર્ણ નિષેધ માટે પાલિતાણા જાણીતું બન્યું છે. જૈન ધર્મની સાથે હિંદુ ધર્મને અનુસરનારા લોકો માટે પણ નિયમ મોટી જીત માનવામાં આવે છે. શાકાહારી જીવનશૈલીને પણ આ નિયમો પ્રોત્સાહન આપનારા છે. આ નિયમ સાથે શહેરમાં અનેક શાકાહારી રેસ્ટોરાં શરુ કરવામાં આવી છે.
સરકારના આ નિર્ણયની પણ ટીકા કરવામાં આવી છે. અમુક લોકોનું માનવું છે કે ખાણીપીણીની બાબત એ દરેકની સ્વતંત્રતાની બાબત છે, એમાં સરકારે કોઈ હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. શહેરમાં હરવા-ફરવા આવનારા લોકોને ખાણીપીણી માટે છૂટ હોવી જોઈએ.
અહીં એ જણાવવાનું કે ગુજરાતની કૂલ વસ્તીમાં 88 ટકા હિન્દુ, એક ટકા જૈન, દસ ટકા મુસ્લિમ સહિત અન્ય ધર્મમાં ખ્રિસ્તી ધર્મના લોકોનો સમાવેશ થાય છે. વૈષ્ણવ અને જૈન ધર્મની સાથે અનેક હિંદુ ધર્મના સમર્થકો દ્વારા આ નિયમ લાગુ પાડવાને કારણે લોકોએ ખુશી વ્યક્ત કરી હતી.