અનંત-રાધિકા એકબીજાના થયા, અંબાણી પરિવારે આ રીતે યાદગાર બનાવ્યા લગ્ન
મુંબઈઃ ભારતના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ લાડલા દીકરા અનંત અંબાણીના ધામધૂમથી લગ્ન કરાવ્યા. આ લગ્નને યાદગાર બનાવવા માટે અંબાણી પરિવારે બોલીવુડ જ નહીં, હોલીવુડના કલાકારોને આમંત્ર્યા. પરિવારે દેશના જ નહીં, દુનિયાના જાણીતા ઉદ્યોગપતિઓ અને ક્રિકેટર, આર્ટિસ્ટ, મ્યુઝિશિયન, આધ્યાત્મિક ગુરુઓની સાથે રાજકારણીઓને આમંત્રિત કરીને લગ્નને ભવ્ય બનાવ્યું હતું.
લગ્ન વખતે અનંત અને રાધિકાએ એકબીજાને હાર પહેરાવ્યો ત્યારે હાજર લોકોએ જોરદાર ડાન્સ કર્યો હતો. એના પછી અનંત રાધિકાને સિંદૂર લગાવ્યું હતું. જોકે, જયમાલા પહેરાવતી વખતે રાધિકા શરમાઈ ગઈ હતી અને એનો વીડિયો પણ વાઈરલ થયો હતો. એકબીજાને જયમાલા પહેરાવ્યા પછી ઉપસ્થિત મહેમાનોના ચહેરા પર ખુશી લહેરાઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર બંનેના સાત ફેરા ફરવા સાથે અગ્નિની સાક્ષીએ બંને એકબીજા જીવનભર રહેવાના સોગંધ ખાતો વીડિયો પણ વાઈરલ થયો હતો.
રાધિકાની તસવીરોએ દિલ જીતી લીધું
અનંત અંબાણીની પત્ની રાધિકા મર્ચંટ લગ્નમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યું હતું. લગ્ન પછી રાધિકાના વિદાયના લૂકની તસવીરો વાઈરલ થઈ હતી.રાધિકાના લાલ રંગના લ્હેંગા સાથે હીરા-પન્નાની જ્વેલરીમાં જોવા મળેલી રાધિકા કોઈ મહારાજા ખાનદાનની રાણી જેવી લાગતી હતી. હાઈ નેક અને ફુલ સ્લીવ્ઝ બ્લાઉઝ પર અસલી સોનાના તારથી એમ્બ્રોઈડરી કરી હતી, જે 19મી સદીની ગુજરાતના જાણીતા સ્ટિચથી પ્રેરિત છે.
દીકરા-વહૂના નામની મ્હેંદી મૂકી નીતા અંબાણીએ
લગ્નમાં નીતા અંબાણીનો મ્હેંદીનો વીડિયો વાઈરલ થયો હતો, જેમાં ડિઝાઈનમાં અનંત-રાધિકાનું નામ લખ્યું હતું, જ્યારે બીજા હાથમાં આકાશ અને શ્લોકા લખ્યું હતું. હાથ પર ભગવાન કૃષ્ણ અને રાધાની ડિઝાઈન બનાવી હતી. એનો વીડિયો વાઈરલ થયા પછી લોકોએ અવનવી પ્રતિક્રિયા આપી હતી.
અભિષેક-ઐશ્વર્યા અલગ અલગ જોવા મળ્યા
અનંત-રાધિકાના લગ્ન પ્રસંગે અંબાણી પરિવારની આગતાસ્વાગતા પણ લાઈમલાઈટમાં રહી. અનંત-રાધિકાના લગ્નમાં બિગ પરિવારે શાનદાર એન્ટ્રી કરી હતી. જયા બચ્ચન, શ્વેતા બચ્ચન, અભિષેક બચ્ચન એકસાથે જોવા મળ્યા હતા, જ્યારે ઐશ્વર્યા રાય અને દીકરી આરાધ્ય એકલા જોવા મળતા લોકોએ અલગ અલગ તર્ક-વિતર્ક કર્યા હતા.બોલીવુડના કલાકારોમાં અમિતાભ બચ્ચન, રેખા, રજનીકાંત, કપૂર ખાનદાન, સલમાન-શાહરુખ ખાન, માધુરી દિક્ષિત, રણવીર સિંહ-દીપિકાની જોડીએ હાજરી આપીને ચારચાંદ લગાવ્યા હતા.
તેંડુલકરે બિગ બીના ચરણસ્પર્શ કર્યા
ક્રિકેટરની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાના ધુરંધર ખેલાડીઓમાં ટીમ ઈન્ડિયા પૂર્વ કેપ્ટન સચિન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની, હાર્દિક પંડ્યા, ઈશાન કિશન સહિત અન્ય ક્રિકેટરે મસ્તી લૂંટીને ચાહકોના દિલ જીતી લીધા હતા. તેંડુલકરે બિગ બીને જોઈને ક્ષણનો વિચાર કર્યા વિના ચરણસ્પર્શ કરતો વીડિયો જોવા મળતો લોકોએ તેની પ્રશંસા કરી હતી. ઉપરાંત, ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને પત્ની સાક્ષી અને દીકરી જીવા સાથે જોવા મળ્યા હતા.
નીતા અંબાણી શાહરુખને ભેટીને કર્યો મોહક ડાન્સ
સૌથી આશ્ચર્યની વાત એ હતી કે લગ્નમાં હાજર રહેલા શાહરુખ ખાનને નીતા અંબાણી ભેટી પડ્યા હતા અને ડાન્સ પણ કર્યો હતો. ઉપસ્થિત મુકેશ અંબાણી સાથે અન્ય કલાકારોના જમાવડાએ પણ ઔપચારિક ડાન્સ કરીને મોજ માણી હતી. લગ્ન પૂર્વે માધુરી દિક્ષિત, પ્રિયંકા ચોપરા અને રણવીર સિંહ અને હાર્દિક પંડ્યાએ જોરદાર ડાન્સ કરીને લોકોનું દિલ જીતી લીધું હતું.
ચીનના રાજદૂતે લખ્યું કે
Great wedding! First time to attend in India! Best wishes to the new couple and double happiness! pic.twitter.com/2O4VYp7gTd
— Xu Feihong (@China_Amb_India) July 12, 2024
અંબાણી પરિવારે અમેરિકા, ચીન, કેનેડાના એમ્બેસેડરે હાજરી આપી હતી. ચીનના રાજદૂત જૂ ફેઈઝોંગ પણ ઉપસ્થિત રહ્યા હતા. અનંત રાધિકાના લગ્નમાં હાજરી આપ્યા બાદ ફેઈઝોંગ સોશિયલ મીડિયા પર ટવિટ કરીને દંપતીને શુભકામનાઓ આપી હતી.
વિદેશી મહેમાોનમાં કિમ કાર્દશિયન અને ક્લો કાર્દશિયનનું શાનદાર સ્વાગત કર્યું હતું બંને ભારતીય પહેરવેશમાં સુંદર ફોટો સેશન પણ કરાવ્યું હતું. આ ઉપરાંત, સ્ટાર બોક્સર માઈક ટાયસન, જોન સીના સહિત વિદેશના પૂર્વ પ્રમુખોએ હાજરી આપીને અંબાણી પરિવારનું સન્માન વધાર્યું હતું.