July 1, 2025
ઈન્ટરનેશનલટોપ ન્યુઝ

પાકિસ્તાનની POK જેલમાંથી ફરાર થયો ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી, હાઈ એલર્ટ

Spread the love

પાકિસ્તાનના કબજા હેઠળની કાશ્મીરની જેલમાં તાજેતરમાં ચોંકાવનારી ઘટના બની હતી, જ્યાં જેલ તોડીને અનેક કેદીઓ ફરાર થઈ ગયા. જેલ તોડીને ભાગી જવાની ઘટના બન્યા પછી જેલ પ્રશાસનના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. જેલ તોડીને કેદીઓ ભાગી જવાની ઘટના પછી સરકારે હાઈ એલર્ટ પણ જારી કર્યું છે. જેલ તોડીને ભાગનારા કેદીઓમાં એક ભારતના મોસ્ટ વોન્ટેડ કેદીનો સમાવેશ થાય છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે ભાગનાર કેદીઓમાં ગાજી શહજાદ પણ હતો. ગાજી શહજાદ એક પ્રતિબંધિત સંગઠનનો સભ્ય અને ભારતનો મોસ્ટ વોન્ટેડ પણ છે. જેલ તોડવા માટે માસ્ટરમાઈન્ડ ગાજી શહજાદ હતો. પોલીસ પ્રશાસન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ જેલ તોડવાનું કારણ હજુ પણ અસ્પષ્ટ છે. આ બનાવ પછી અન્ય ખૂંખાર કેદીઓને પણ અન્ય જેલમાં ખસેડવામાં આવ્યા છે.
આ બનાવ મંગળવારે બન્યો હતો, જેમાં 18 વધુ કેદી ભાગી ગયા છે. સૌથી મોટો આંચકો પાકિસ્તાની પ્રશાસનને લાગ્યો છે, જેમાં જાણવા મળ્યું છે ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી પાકિસ્તાનની જેલ તોડીને ભાગ્યો છે. એ પાકિસ્તાનના કબજા હેઠળની જેલમાં કેદ હતો. કહેવાય છે કે કેદીઓએ પિસ્તોલના જોરે પોલીસ ગાર્ડને કાબૂમાં રાખીને મેન ગેટ તોડીને ભાગી ગયા. પૂંચની રાવલકોટ જેલમાં મંગળવારે બપોરે આ ઘટના બની હતી.
પોલીસ અધિકારીએ કહ્યું કે જેલમાંથી ભાગી જનારા અઢાર કેદી પૈકી છ કેદીને મોતની સજા અને અન્ય ત્રણ આજીવન કેદની સજા આપી હતી. પોલીસ અને કેદીઓ વચ્ચેના ઘર્ષણમાં એક કેદીનું મોત થયું હતું. એને પાંચ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી. મૃતક કેદીની ઓળખ સઈદ ખય્યામ તરીકે કરવામાં આવી હતી.
જેલમાંથી ભાગી જનારા અન્ય કેદીની ઓળખ કરવામાં આવી છે, જેમાં સાકિબ મજીદ, ઉસ્માન ઈકરાર, શમીર આજમ, અમીર અબ્દુલ્લા અને નજીર યાસીન છે. આ ઘટનામાં સરકારે રાવલકોટ જેલના ડેપ્યૂટી કમિશનર સહિત સાત અધિકારીની ધરપકડ કરી છે અને સુરક્ષાના નિયમોના ઉલ્લંઘન બદલ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, જેલના મુખ્ય અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેલ પ્રશાસનની સૌથી મોટી ભૂલને કારણે દેશની તમામ જેલના અધિકારીઓને સતર્ક રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!