વિષ્ણુ ભગવાને પોતાના ભક્તોને શા માટે શ્રાપ આપ્યો હતો?
વિષ્ણુ પુરાણમાં અનેક કથાઓનો ઉલ્લેખ કરવામાં આવે છે, જેમાં બહુ જાણીતી છે. જય અને વિજય નામના બે ભક્તની વાર્તા છે, જેમાં ભયંકર યુદ્ધને કારણે શ્રીહરિએ તેમના ભક્તને ગજ અને ગ્રાહ બનવાનો શ્રાપ આપ્યો હતો. પ્રાચીન શાસ્ત્રો પ્રમાણે તેમની વાર્તા છે. ચાલો, એ જાણીએ.
વિષ્ણુ પુરાણમાં ભગવાન વિષ્ણુએ બંને ભક્તોનો જય અને વિજયની કથાનો પણ ઉલ્લેખ કર્યો છે. જય અને વિજય બંને વિષ્ણુ ભગવાનના ભક્ત હતા, તેમને ભગવાન વિષ્ણુએ શ્રાપ આપ્યો હતો. તેમની વાર્તા સાથે બિહારના હાજીપુરના કોનહારા ઘાટ વિશેષ જાણીતો છે. દર વર્ષે કાર્તિક પૂર્ણિમાના દિવસે ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. વાત મેળાની નહીં પણ જય અને વિજયની.
પૌરાણિક કથા અનુસાર એક વખતે ગંડક નદીમાં કોનહારા ઘાટ પર ગજરાજ પાણી પીવા આવ્યા તો નદીમાં રહેલો ગ્રાહ (મગર)એ તેને પકડી લીધો. મગરના જડબામાંથી બચાવવા માટે ગજરાજ વર્ષો સુધી લડતા રહ્યા. એ વખતે ગજરાજે માર્મિક ભાવથી ભગવાન વિષ્ણુને યાદ કર્યા અને એ વખતે પોતાના ભક્ત ગજને ગ્રાહથી બચાવવા માટે વિષ્ણુ ભગવાનને સુદર્શન ચક્ર ચલાવ્યું હતું. અન્ય બીજી કથા અનુસાર ગજની પીડા અને પ્રાર્થનાને કારણે ભગવાન વિષ્ણુ ભક્તને બચાવવા આવ્યા હતા અને સુદર્શન ચક્ર ચલાવ્યું હતું. ગજરાજને ગ્રાહની ચુંગાલમાંથી મુક્તિ મળી અને જીવ બચી ગયો હતો.
એના સિવાયની બીજી માન્યતા એ છે કે ભગવાન વિષ્ણુએ જે દિવસે પોતાના ભક્તની મદદ કરી હતી એ દિવસ હતો કાર્તિક પૂર્ણિમા. શ્રી હરિ વિષ્ણુ ભગવાને ખુશ થઈને તમામ દેવી દેવતાઓને ગંડક નદીના કોનહારા ઘાટ પર ઉપસ્થિત રહ્યા હતા અને તેમના જય જયકાર બોલાવ્યા હતા.
વિષ્ણુ પુરાણમાં બીજી એક કથાનો પણ ઉલ્લેખ છે. જય અને વિજય બંને સગા ભાઈ હતા, જેમાં જય શિવ ભક્ત હતો અને વિજય ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. બંને વચ્ચે એક વખત ભગવાનને લઈ વિવાદ થાય છે અને બંને વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે. આ યુદ્ધને જોતા ભગવાન વિષ્ણુએ તેમને ગજ અને ગ્રાહનો શ્રાપ આપે છે. એ જ વખતે હાથી અને મગરના રુપમાં જન્મ લીધા પછી બંને વચ્ચે મિત્રતા થાય છે, ત્યારબાદ આ જગ્યાએ ભગવાન વિષ્ણુ અને ભગવાન વિષ્ણુના મંદિરની સાથે સાથે બનાવ્યા હતા, તેને કારણે એ જગ્યાનું નામ પણ હરિહર કહેવાય છે.
એવી પણ માન્યતા છે કે પૌરાણિક કાળમાં આ જ કથાને કારણે દર વર્ષે સોનપુરમાં કાર્તિક પૂર્ણિમાએ ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. ધર્મ અને સાસ્ત્રોમાં તમને એનો ઉલ્લેખ પણ જોવા મળે છે. એવું પણ કહેવાય છે કે ત્રેતાયુગમાં જ્યારે ભગવાન રામ આવ્યા ત્યારે ત્યાં બાબા હરિહરનાથની પૂજા-અર્ચના કરી હતી.