July 1, 2025
ઈન્ટરનેશનલવાંચન વૈવિધ્યમ

અમેરિકામાં ગરમીને કારણે Abraham Lincolnના મીણના પૂતળાની થઈ આવી હાલત…

Spread the love

માત્ર ભારત જ નહીં પણ આખી દુનિયામાં ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. અમેરિકામાં આ વધતી જતીની ગરમીની એવી સાઈડ ઈફેક્ટ જોવા મળી હતી કે જેની કોઈ કલ્પના પણ નહીં કરો હોય. ચાલો તમને જણાવીએ આખરે એવું તે શું થયું અમેરિકામાં-

મળી રહેલી માહિતી પ્રમાણે અમેરિકાના વોશિંગ્ટન ડીસી ખાતે મૂકવામાં આવેલું અબ્રાહમ લિંકનનું મીણનું પૂતળું પણ વધતી જતી ગરમીને કારણે પીગળવા લાગ્યું છે. નાનફા કલ્ચર ડીસી દ્વારા બાંધવામાં આવેલું આ સ્મારક ગેરિસન એલીમેન્ટ્રી સ્કૂલના મેદાનમાં ખુલ્લી જગ્યા પર રાષ્ટ્રના અધ્યક્ષ અબ્રાહમ લિંકન (US President Abraham Lincoln)નું મીણનું પૂતળું બનાવવામાં આવ્યું છે.

વર્જિનિયાના ફેમસ આર્ટિસ્ટ સેન્ડી વિલિયમ્સે 6 ફૂટનું લિંકન મીણનું પૂતળું ઊભું કર્યું છે. સતત વધતી જઈ રહેલી ગરમીને કારણે મીણ પીગળવા લાગ્યું છે અને અંદરનું તારનું માળખું બહાર દેખાવવા લાગ્યું છે. આ પૂતળાનું સમારકામ કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં અમેરિકામાં તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે અને ખુલ્લી જગ્યાએ મૂકવામાં આવેલું આ મીણનું પૂતળું પીગળવા લાગતા જ પડી રહેલી ગરમીનો અંદાજ લગાવી શકાય એમ છે.

ભારતની વાત કરીએ ઉત્તર પ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત સહિતના અનેક રાજયોમાં આ વખતે ગરમીએ માઝા મૂકી દીધા હતા અને ઉષ્ણતામાનના પારાએ અત્યાર સુધીના અનેક રેકોર્ડ બ્રેક કરી દીધા હતા. કાળઝાળ ગરમીને કારણે નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!