નાગપુરમાં વિદ્યાર્થીના મિડડે મીલમાંથી મળ્યું કંઈક એવું કે…
નાગપુર: મહારાષ્ટ્રના નાગપુરથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે નાગપુર જિલ્લામાં પોષણ આહારના ધાન્યમાં મરેલી ચકલી મળી આવતા ખળભળાટ મચી ગયો છે. પારશિવાની તાલુકા ઘાટરોહના ગ્રામ પંચાયતમાં આ ધક્કાદાયક ઘટના બની હોવાની માહિતી સામે આવી રહી છે. નીલ શિંદેકર નામના વિદ્યાર્થીના ભોજનમાં મરેલી ચકલી મળી આવી હતી.
પૂરક પોષણ આહાર યોજના અંતર્ગત આંગણવાડીમાં બાળકને હલકી ગુણવત્તાનું આહાર આપવામાં આવતું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આ બાબતે ગામના સરપંચ અને ગામવાસીઓએ જિલ્લા પરિષદના સીઈઓને નિવેદન આપ્યું છે. દરમિયાન ફરિયાદ બાદ આ પ્રકરણે તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાની માહિતી મહિલા અને બાલ કલ્યાણ સમિતી દ્વારા આપવામાં આવી હતી.
પુણેમાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. શાળામાં વિદ્યાર્થીઓને આપવામાં આવનારા ભોજનના અનાજમાં કીડા પડ્યા હોવાની માહિતી પણ સામે આવી છે. ચોખા, મટકી સહિત મગની દાળમાં પણ ઈયળ અને જીવાંત પડી ગઈ હતી. ખેડ તાલુકાના બહુળની જિલ્લા પરિષદની શાળામાં આ આઘાતજનક ઘટના બની હતી.
વિદ્યાર્થીઓને શાળામાં આવવાનું ગમે અને તેઓ નિયમિત શાળાએ આવતા થાય અને તેમને પોષણ મળે એ માટે મિડ-ડે મિલ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ આ ભોજન માટે જ હલકી ગુણવત્તાનું અનાજ વાપરવામાં આવતું હોવાની માહિતી સામે આવતા બાળકોના આરોગ્યને જોખમમાં મૂકવામાં આવે છે એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
દરમિયાન છેલ્લાં કેટલાક સમયથી ખાવા- પીવાની વસ્તુમાંથી દેડકા, મરેલું ઉંદર, માનવ આંગળીનો ટુકડો મળવા જેવા બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે.