Mumbai Pune Expressway પર પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે આવ્યા Important News…
મુંબઈ: મુંબઈ પુણે એકસપ્રેસ હાઈવે પર પ્રવાસ કરી રહેલા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. આ સમાચાર મુંબઈ પુણે એક્સપ્રેસવેના મીસિંગ લિંક પ્રોજેક્ટને લઈને છે. મળી રહેલી માહિતી પ્રમાણે હવે આ મીસિંગ લિંક પ્રોજેકટ પરથી પ્રવાસ કરવા માટે પ્રવાસીઓને 2025 સુધી રાહ જોવી પડશે.
સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પુણે-મુંબઈ એકસપ્રેસ હાઈવે પરનો ડિસેમ્બર, 2024ના ખુલ્લો મુકાનાર મિસિંગ લિંક પ્રોજેક્ટ હવે આવતા વર્ષે 2025 માર્ચ મહિનામાં ખુલ્લો મુકવામાં આવશે. કુલ 14 કિલોમીટરના આ મિસીંગ લિંકનો ખંડાલા નજીકની કેબલ સ્ટેડ પુલનું 900 મીટરનું કામ બાકી છે. જેને કારણે હવે પ્રવાસીઓ આ રોડ પરથી ડિસેમ્બર, 2024ના બદલે હવે માર્ચ, 2025 ખુલ્લો મુકાશે.
સંબંધિત અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ખંડાલા નજીક 180 મીટર કેબલ સ્ટેડ બ્રિજને બાંધકામને ચોમાસાને કારણે અવરોધ આવી રહ્યા છે. 2025માં એક વખત જેવો આ મીસિંગ લિંક પ્રોજેક્ટ પૂરો થઈ ગયા બાદ મુંબઈ અને પુણે જેવા મોટા શહેરો નજીક આવી જશે.
મુંબઈ પુણે વચ્ચે દરરોજ પ્રવાસ કરનારા પ્રવાસીઓની સંખ્યા ખુબ જ મોટી છે અને એને કારણે જ સરકાર દ્વારા આ નવા લિંક પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી. અનેક વખત ડેડલાઈન ચૂકી ગયા બાદ હવે આ મીસીંગ લિંક પ્રોજેકટ ફરી એક ડેડલાઈન ચૂકી ગયું છે અને હવે માર્ચ, 2025ની નવી ડેડલાઈન આપવામાં આવી છે.