July 1, 2025
ટોપ ન્યુઝ

જળ એ જ જીવનઃ પાણીનો વેડફાટ કરો છો તો વાંચો ચોંકાવનારો રિપોર્ટ

Spread the love

દેશના 150 જળાશયોમાં પાણીના સ્ટોકમાં થયો છે ધરખમ ઘટાડો
જૂન મહિનાનો પૂરો થવામાં છે ત્યાં હજુ પણ મોટાભાગના રાજ્યોમાં સંતોષજનક ચોમાસું બેઠું નથી. અનેક રાજ્યોમાં ગરમીનો પારો નીચે ઉતરી રહ્યો નથી. વધતી ગરમી અને વરસાદની અછતને કારણે પાટનગર દિલ્હી હોય કે મુંબઈમાં પાણીની તીવ્ર કટોકટી ઊભી થઈ શકે છે. અત્યારથી અનેક શહેરોમાં પીવાના પાણી માટે પાણીના ટેન્કર પર નિર્ભર રહેવું પડે છે. આ અગાઉ ભારતના આઈટી કેપિટલ બેંગલુરુમાં પણ પાણીની એટલી હદે કટોકટી ઊભી થઈ હતી કે રોજ લોકો 20 કરોડ લીટર પાણીની અછત અનુભવતા હતા. મુંબઈ અને ચેન્નઈમાં આગામી દિવસોમાં પાણીનું સંકટ વધી શકે છે.
water shortage
પાણીના વપરાશ કે વેડફાટમાં અંકુશ નહીં મૂકવામાં આવ્યો તો આ સંકટ આગામી વર્ષોમાં મોટી મુશ્કેલી નોંતરશે. નીતિ આયોગના એક અહેવાલ અનુસાર ભારતમાં અત્યારે લગભઘ 60 કરોડ જેટલા ભારતીય જળ સંકટનો સામનો કરે છે. દર વર્ષે લગભગ બે લાખ લોકો પાણીની અછતને કારણે મોટને ભેટી રહ્યા છે. જો પાણીની કટોકટી અનુભવતા હોઈએ તો આ ચોંકાવનારો રિપોર્ટ છે. આ પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે. નીતિ આયોગના રિપોર્ટમાં તો દાવો કરવામાં આવ્યો છે કે આ પરિસ્થિતિ 2050 સુધીમાં તો વધુ વકરશે, કારણ કે આગામી 25 વર્ષમાં તો પાણીની માગમાં ઔર વધારો થશે.
ડબલ્યુએમઓના રિપોર્ટ અનુસાર 2021 સ્ટેટ ઓફ ક્લાયમેટ સર્વિસીસ અનુસાર ભારતમાં વસ્તીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે એને કારણે વ્યક્તિદીઠ પાણીની ઉપલબ્ધતા વાર્ષિક વ્યક્તિદીઠ જળ ઉપલબ્ધતા નિરંતર ઘટી રહી છે. રહેવાસ અને શહેરી બાબતના મંત્રાલયના અહેવાલ અનુસાર વ્યક્તિદીઠ પાણીની ઉપલબ્ધતા વર્ષ 2031માં ઘટીને 1,367 ક્યુબિક મીટર થઈ જશે.
સેન્ટર ફોર સાયન્સ એન્ડ એનવાયર્મેન્ટના એક રિપોર્ટ અનુસાર પાણીના વેડફાટનો બીજું એક અનુમાન એ છે કે દરરોજ 4,84,20,000 કરોડ ક્યુબિક મીટર પાણી એટલે 48.42 અબજ એક લીટર પાણીની બોટલ બરબાદ થાય છે.
સેન્ટ્રલ વોટર કમિશનના રિપોર્ટમાં જણાવ્યાનુસાર દેશના 150 જળાશયોમાં પાણી ઘટીને સરેરાશ 21 ટકા રહ્યું છે. અલબત્ત, 150 જળાશયોમાં વોટર સ્ટોક અત્યારે 37.662 બીસીએમ છે, જે કૂલ ક્ષમતાના 21 ટકા રહ્યો છે. 150 જળાશયોમાં ઉપલબ્ધ લાઈવ સ્ટોરેજ 275.812 બીસીએમની કૂલ ક્ષમતાની તુલનામાં 54.310 બીસીએમ છે. અત્યારનો ઉપલબ્ધ સ્ટોક વીતેલા દસ વર્ષના સરેરાશ સ્ટોક કરતા ઓછો છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘના અહેવાલ અનુસાર વીતેલા સદીની તુલનામાં વસ્તીના વધારાને કારણે કૂલ પાણીના વપરાશમાં બેગણો વધારો થયો છે. આગામી એક વર્ષમાં તો 1.8 અબજ લોકો પાણીની અછતગ્રસ્ત વિસ્તારના રહેશે. ટૂંકમાં, દુનિયાના બે તૃતિયાંશ વસ્તી પાણીની અછતગ્રસ્ત વિસ્તારોમાં રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!