July 1, 2025
રમત ગમત

ICCએ સોશિયલ મીડિયા પર શેર કર્યો Rishabh Pant-Rohit Sharmaનો એ વીડિયો અને…

Spread the love

હાલમાં જ્યાં જુઓ ત્યાં T20 વર્લ્ડ કપ 2024 (T20 Worldcup- 2024)નો ફીવર ક્રિકેટપ્રેમીઓ પર છવાયેલો છે. ગુરૂવાર સુપર-8માં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી અને આ મેચમાં વિકેટ કિપિંગ રિષભ પંત (Wicket Keeper Rishabh Pant)એ ત્રણ કેચ પકડીને લાઈમલાઈટ ચોરી લીધી હતી.

જોકે, આ બધા વચ્ચે આઈસીસીએ રિષભ પંત અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા (Team India Captain Rohit Sharma)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. રોહિત અને રિષભનો આ કોમેડી વીડિયો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યો છે.

પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રોહિત રિષભને કહી રહ્યો છે કે આ તારો જ કેચ છે, આ તારો જ છે. આ ઘટના મેચની 11મી ઓવરમાં બની હતી. જ્યારે અફઘાનિસ્તાનનો બેટ્સમેન ગુલબદ્દીન નાયબે કુલદીપ યાદવનો શોટ ખોટા ટાઈમિંગ સાથે રમ્યો અને બોલ એકદમ ઊંચે ગયો હતો. રિષભ પંત આ કેચ પકડવા માટે આગળ વધ્યો અને બૂમો પાડવા લાગ્યો કે આ મારો કેચ છે, આ મારો કેચ છે… આવું કહીને તેણે આસપાસના તમામ ફિલ્ડર્સને દૂર રહેવાની ફરજ પાડી હતી. કેપ્ટન રોહિત શર્મા પણ આ કેચની ખૂબ જ નજીક હતો, પણ પંતની આ બૂમાબૂમ સાંભળીને રોહિત પણ અટકી ગયો હતો.
https://www.instagram.com/p/C8cjP4dvcsx/?igsh=ajZ0NGFqMzVoMWVx;

પંતે જેવો આ કેચ કર્યા બાદ રોહિત પંતને એવું કહેતો જોવા મળ્યો હતો કે આ કેચ તારો જ હતો, ભાઈ આ તારો જ કેચ છે.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. ICCએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી તેનો આ વીડિયો શેર કર્યો છે. ક્રિકેટ ચાહકો દ્વારા આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

મેચની વાત કરીએ તો સુપર-8ની આ પ્રથમ મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 47 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતાં ભારતે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે 53 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં અફઘાનિસ્તાનની આખી ટીમ 20 ઓવરમાં 134 રનમાં જ સમેટાઈ ગઈ હતી. જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!