Shivsena Foundation Day: નામ લીધા વિના CM Eknath Shindeનો ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર…
મુંબઈ: રાજકીય પક્ષ શિવસેનાનો ગઈકાલે એટલે કે 19મી જૂનના 58મો સ્થાપના દિવસ હતો અને આ પ્રસંગે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (Maharashtra CM Eknath Shinde)ની આગેવાની હેઠળની શિવસેનાનો કાર્યક્રમ વર્લીના એનએસસીઆઈ ગ્રાઉન્ડ (NSCI Ground)માં યોજાયો હતો. આ સભામાં સીએમ શિંદેએ હિન્દુત્વના મુદ્દે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) પર આકરા પ્રહારો કર્યા હતા.
સીએમ શિંદેએ શિવસેનાનો મહારાષ્ટ્રમાં વિકાસ થયો. થાણા, કોંકણ, સંભાજીનગર એ શિવસેનાના બાળકિલ્લા છે. કોઈ કહી રહ્યું હતું કે થાણે અને કલ્યાણમાં શિવસેનાનો પરાજય થશે. પણ જુઓ કલ્યાણમાં બે લાખ કરતાં પણ વધુ મતથી શિવસેનાનો વિજય થયો. મળેલો આ વિજય ખેંચતાણવાળો નહીં પણ અસલ મરાઠીપણાનો વિજય છે.
# Live📡| 19-06-2024 📍वरळी, मुंबई
🎥 शिवसेनेच्या ५८व्या वर्धापन दिन कार्यक्रमातून लाईव्ह https://t.co/JZCksiIhQ3
— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) June 19, 2024
શિવસેનાના હક્કના મતદાતાએ પોતાની સાચી શિવસેના પર વિશ્વાસ દેખાડ્યો છે. શિવસેના પર અઢળક વ્હાલ વરસાવનારા મતદારોનો મનથી આભાર માનું છું. વારસાની વાતો કરનારા લોકોને આજે હિંદુ તરીકે ઓળખાવવામાં શરમ આવવા લાગી છે. તેમને હિન્દુત્વની એલર્જી થવા લાગી છે.
શિવતીર્થ પર ભાષણ કરતી વખતે આખું ઈન્ડિયા સંગઠન હાજર હતું. આજે વર્ધાપન દિવસે પણ તમામ હિંદુ બાંધવ બોલવાની તેમની હિંમત નહોતી. બાળાસાહેબ ઠાકરેનો ફોટો લગાવીને મત માંગવાનો તેમને કોઈ અધિકાર નથી, એવા આકરા પ્રહારો પણ શિંદેએ ઠાકરેનું નામ લીધા વિના કર્યો હતો.
લોકસભાની ચૂંટણીમાં શિંદેની શિવસેના સાત બેઠકો પર જીત મેળવી હતી અને હજી બે ચાર બેઠકો પર તો આરામથી જીત મળી ગઈ હોત. મારો આત્મવિશ્વાસ હતો. પણ હવે આ બધું ભૂલીને મહાયુતીને મજબૂત કરવાનો સમય છે, એવું પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.