રોજ જમ્યા બાદ કરો આ એક કામ, અને કરો Diabetesને દૂરથી રામ રામ…
એક સમયે દુર્લભ ગણાતી ડાયાબિટીસ (Diabetes)ની બીમારી હવે એકદમ કોમન થઈ ગઈ છે અને તેનો પગપેસારો પણ ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે. નિષ્ણાતો તો ડાયાબિટીસને ધીમું ઝેર (Slow poison) ના નામથી પણ ઓળખાવે છે, કારણ કે ધીરે ધીરે તેની દર્દીઓને શરીર પર ખરાબ અસર જોવા મળે છે અને આ બીમારીને કારણે શરીરના બીજા અવયવો પર પણ તેની અસર જોવા મળે છે. આ જ કારણે નિષ્ણાતો દ્વારા એવી સલાહ પણ આપવામાં આવે છે કે સુગરના દર્દીઓ પોતાના ડાયેટનું ખાસ ધ્યાન રાખે, કારણ કે ડાયેટ જ એક એવું માધ્યમ છે કે જેની મદદથી સુગરને કંટ્રોલમાં રાખી શકાય છે.
આજે અમે અહીં તમને એક એવી કામની વાત જણાવવા જઈ રહ્યા છીએ કે જેને ફોલો કરીને તમે વધી રહેલી બ્લડ સુગરને કંટ્રોલમાં રાખી શકો છે. ચાલો જાણીએ કે શું છે આ કામની વાત…
દરરોજ ભોજન કર્યા બાદ ચાલવાનું રાખવાથી શુગર કંટ્રોલમાં રહે છે અને આ વાત અમે નહીં પણ એક અભ્યાસમાં જાણવા મળી છે. હાલમાં જ હાથ ધરવામાં આવેલા એક નવા અભ્યાસમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ભોજન કર્યા બાદ માત્ર 10થી 15 મિનિટ વોક કરવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે અને એમાં પણ ખાસ કરીને જે લોકો પ્રિ-ડાયાબિટીક છે અને તેઓ જો ભોજન કર્યા બાદ વોક કરે તો એને કારણે પણ ડાયાબિટિસ થવાનું જોખમ ટળે છે.
આયર્લેન્ડ યુનિવર્સિટીના એક રિસર્ચ પ્રમાણે ડાયાબિટીસ કે પ્રિ-ડાયાબિટીસ દર્દીઓએ આ વોક જમવાના એક કલાકથી દોઢ કલાક વચ્ચે કરી લેવી જોઈએ, કારણ કે ભોજન કર્યા બાદ બ્લડ સુગર લેવલ હાઈ હોય છે. આવી પરિસ્થિતિમાં થોડીક મિનિટોની વોક કરવાથી તે ઘટે છે અને એકદમ નોર્મલ થઈ જાય છે.
આ ઉપરાંત ડોક્ટરોએ ડાયાબિટીસને કાબૂમાં રાખવા અને તેનાથી છૂટકારો મેળવવા માટેની એક નવી રીત પણ શોધી કાઢી છે. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર જો ડાયાબિટીસના દર્દીઓના ભોજનમાં 20% પ્રોટીન, 50-56% કોર્બોહાઇડ્રેટ અને 30 ટકાથી ઓછા ફેટનો સમાવેશ કરવામાં આવે તો ડાયાબિટીસને કંટ્રોલમાં રાખી શકાય છે. જીવનશૈલીમાં ફેરફાર સિવાય ભોજનમાં કાર્બોહાઇડ્રેટની માત્રા ઘટાડી અને પ્રોટીનના પ્રમાણને વધારીને પણ તેના પર નિયંત્રણ રાખી શકાય છે.
લાસ્ટ બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે કે ડાયાબિટીસના દર્દીઓએ રેગ્યુલરલી કસરત અને યોગ કરવા જોઈએ. યોગ કે કસરત કરવાથી માત્ર ડાયાબિટીસ તો કંટ્રોલમાં રહે જ છે પણ એ જ સાથે સાથે જ અનેક સમસ્યામાંથી પણ મુક્તિ મળે છે. કસરત કરવાથી બ્લડ સુગરનું પ્રમાણ ઘટે છે અને ઈંસુલિનનું પ્રમાણ વધે છે. આ માટે દર્દીએ કસરતમાં ફાસ્ટ વોક, સ્વિમિંગ, સ્ટેર કેસ ચઢવા અને ડાન્સ જેવી અનેક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવો જોઈએ.