July 1, 2025
મહારાષ્ટ્રમુંબઈ

બેકારી કે લાચારીઃ 1,136 કોન્સ્ટેબલની ભરતી માટે મળી 56,000 અરજી

Spread the love

મુંબઈઃ મહારાષ્ટ્ર કોન્સ્ટેબલની ભરતી માટે આવતીકાલથી પ્રક્રિયા શરુ થશે. થાણે, પાલઘર, મીરા ભાયંદર અને નવી મુંબઈના પોલીસ યુનિટમાં કુલ 1,136 કોન્સ્ટેબલની ભરતી કરવાની આવશ્યકતા છે અને એના માટે આવતીકાલથી પ્રક્રિયા શરુ થશે, પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે આટલા કોન્સ્ટેબલના પદ માટે 56,000 અરજી મળી છે, જે લોકોની બેકારી વધારે છે કે લાચારી હોવાનું પ્રતીત થાય છે. મહારાષ્ટ્રમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં બેકારીનું પ્રમાણ વધારે છે, જ્યારે શિક્ષિત બેરોજગારની સંખ્યા વધારે છે, તેથી નાના-નાના પદ માટે પણ ઉચ્ચ શિક્ષિત લોકો પણ અરજી કરવાનું વિશેષ પ્રમાણ રહે છે.
મહારાષ્ટ્રમાં 1,100થી વધુ કોન્સ્ટેબલની ભરતીની પ્રક્રિયા શરુ થશે. થાણે, પાલઘર, મીરા ભાયંદર, વસઈ-વિરાર અને નવી મુંબઈના વિવિધ પોલીસ સ્ટેશન માટે કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવશે. આ મુદ્દે વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટેની પ્રક્રિયા આવતીકાલથી શરુ થશે, જ્યારે આ પ્રક્રિયામાં ત્રણ સ્તરમાંથી પસાર થવાનું રહેશે. આ અંગે નવી મુંબઈ પોલીસ કમિશનર મિલિંદ ભારમ્બે, થાણેના એડિશનલ પોલીસ કમિશનર, પાલઘર પોલીસ કમિશનરને ભરતી અંગે સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર મીરા ભાયંદર-વસઈ વિરાર પોલીસ સ્ટેશનના વિવિધ યુનિટસ માટે 231 કોન્સ્ટેબલની જગ્યા ખાલી છે, જેના માટે 8,423 અરજી મળી છે, જેમાં 6,900 પુરુષ અને 1,523 મહિલાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, થાણે 661 પદ માટે 38,078 અરજી મળી છે, જેમાં 30,155 પુરુષ અને 7,923 મહિલાનો સમાવેશ થાય છે. એના સિવાય 20 ડ્રાઈવરની જગ્યા માટે 1,527 અરજી મળી છે, જેમાં 119 મહિલા અને 1,408 પુરુષનો સમાવેશ થાય છે. પાલઘરમાં 59 કોન્સ્ટેબલ માટે 3,577 અરજી મળી છે. ઉપરાંત, મુંબઈમાં 185 કોન્સ્ટેબલની ભરતી માટે 5,984 અરજી મળી છે, જેમાં 4,622 પુરુષ સહિત 1,362 મહિલાનો સમાવેશ થાય છે. કોન્સ્ટેબલની પરીક્ષાના ત્રણ સ્તરમાં પહેલા શારીરિક (ફિઝિકલ ટેસ્ટ), લેખિત (રિટન ટેસ્ટ) અને ઈન્ટરવ્યૂ રહેશે. પસંદગી કરવામાં આવ્યા પછી દરેકને અલગ અલગ જગ્યાએ તહેનાત કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!