દુનિયાના એવો એક ક્રિકેટર છે કે જેની પત્ની પણ છે ક્રિકેટર, કોણ છે?
જેન્ટલમેનની ગેમ ગણાતી ક્રિકેટ હવે બારેમાસ રમાય છે, તેમાંય આઈપીએલના સંસ્કરણ પછી વધુ જાણીતી બની છે. આઈપીએલ સાથે ટવેન્ટી-ટવેન્ટી વર્લ્ડ કપ પણ લોકો ઓછા સમયમાં વધુ મજા કરી શકે છે. સમજોને ફૂટબોલની મેચના સમય જેટલો સમય હોવાથી લોકોને ક્રિકેટમાં રસ પડવા લાગ્યો તેની સાથે આઈપીએલની મેચ વહેલી પૂરી થતી હોવાથી લોકો જોવા માટે લોકો સમય ફાળવી શકે છે.
ક્રિકેટમાં પહેલા પુરુષોનું પ્રભુત્વ હતું પણ મહિલાઓ ક્રિકેટર રમવા લાગ્યા પછી હવે બંને પક્ષે ક્રિકેટ વધારે રમાવા લાગી છે, એનાથી આગળ વાત કરીએ તો ક્રિકેટના મેદાનથી હવે ઘર સુધી પહોંચી છે. દરેક દેશની મહિલા ક્રિકેટ ટીમ પણ છે એટલે ક્રિકેટરને પત્ની પણ ક્રિકેટર છે. છે ને અજાણી વાત પરંતુ હકીકત છે. જાણીએ કોણ છે એવી જોડી. મિશેલ સ્ટાર્ક અને એલિસા હેલી
ગયા વર્ષે આઈપીએલની ઓક્શનમાં ઓસ્ટ્રિલયન ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક અને સુકાની પેટ કમિન્સ છવાઈ ગયા હતા. મિશેલ સ્ટાર્કએ ઓક્શનમાં 20.75 કરોડના ભાવે ખરીદવામાં આવ્યો હતો, તેનાથી લાઈમલાઈટમાં આવ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સે મિશેલ સ્ટાર્કને ખરીદ્યો અને સફળ પણ રહ્યો. આઈપીએલમાં સફળ બોલર તરીકે 14 મેચમાં 17 વિકેટ ઝડપી હતી. ઈન્ડિયા સામે સફળ બોલર તરીકે ઝળકીને ફાઈનલમાં સ્ટાર રહ્યો હતો, જ્યારે કોલકાતાને પણ ફાઈનલમાં શાનદાર પ્રદર્શન તરીકે લાઈમલાઈટમાં રહ્યો હતો. આમ છતાં તેની બીજી એક મોટી ખાસિયત એ છે કે સ્ટાર્કની પત્ની પણ ક્રિકેટર છે. મિશેલ સ્ટાર્ક અને એલિસા હેલીએ 15 એપ્રિલ 2016માં લગ્ન કર્યાં હતા અને બંને સારી રમત માટે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ મળ્યો છે. મિશેલ સ્ટાર્ક જેટલો સફળ બોલર છે એટલો એલિસા પણ સફળ ક્રિકેટર છે.
ક્રિકેટની રમત સિવાય પણ એવા ક્રિકેટર છે કે તેમની પત્ની ક્રિકેટ નહીં પણ અન્ય રમત સાથે સંકળાયેલી છે. પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિકે ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યાં હતા. 2010માં લગ્ન કર્યાં હતા. કમનસીબી એ છે કે બંનેના લગ્ન બહુ લાંબા સમય સુધી ટકી શકયા નહીં અને આ વર્ષે જ બંને અલગ થયા હતા. ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિક અને દીપિકાનું નામ લઈ શકાય છે. દીપિકા પલ્લીકલ સ્ક્વોશની ખેલાડી છે. બાસ્કેટબોલ પ્યેલર પ્રતિમા સિંહ સાથે લગ્ન કરીને ઈશાત શર્મા ચર્ચામાં આવ્યો હતો.