July 1, 2025
ઈન્ટરનેશનલટોપ ન્યુઝનેશનલ

પ્રાઈવેટ લાઈક ફીચરઃ એક્સ યુઝર્સને ટૂંક સમયમાં મળશે આ ધમાકેદાર સુવિધા…

Spread the love

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિચારોની અભિવ્યક્તિનું એક સ્વતંત્ર અને આવશ્યક માધ્યમ બની ચૂક્યા છે, પણ ઘણી વખત આ વિચારોની અભિવ્યક્તિને કારણે જ યુઝર્સે હેરાન કે કનડગત ભોગવવાનો વારો પણ આવે છે… આ જ અનુસંધાનમાં હવે માઈક્રો બ્લોગિંગ સાઈટ એક્સ દ્વારા એક મહત્ત્વનું પગલું ભરવાની તૈયારી કરાઈ રહી છે.

એલન મસ્કની આગેવાની હેઠળના એક્સ પર હવે મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે અને આ નવા ફેરફાર અનુસાર ટૂંક સમયમાં જ યુઝર્સ જે પોસ્ટને લાઈક કરશે તેની જાણ કોઈ બીજા યુઝર્સને નહીં થાય. આ ફેરફારને કારણે હવે યુઝર્સ કોઈ પણ પ્રકારના ડર કે ખચકાટ વિના કોઈની પણ પોસ્ટ લાઈક કરી શકશે.

એક્સ પર એન્જિનિયરિંગ નામના એકાઉન્ટ પરથી કરવામાં આવેલી પોસ્ટમાં આ માહિતી આપવામાં આવી છે. આ પોસ્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે યુઝર્સની પ્રાઈવસી માટે લાઈકને બધા લોકો માટે પ્રાઈવેટ કરવામાં આવી રહ્યું છે અને આ નવો ફેરફાર આ જ અઠવાડિયાથી થઈ શકે છે.

;

એલન મસ્કની એન્જિનિયરિંગ ટીમે આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે અપડેટ બાદ પણ યુઝર્સ પોતાના લાઈક જોઈ શકશે, પણ બાકીના યુઝર્સ લાઈક્સ નહીં જોઈ શકે. આ રીતે યુઝર્સની પ્રાઈવસી સુધરશે. અત્યારે કોઈ પણ વ્યક્તિ જોઈ શકે છે કે કોણે કઈ પોસ્ટ પર લાઈક કર્યું છે. યુઝર્સના લાઈકને કાઉન્ટ કરી શકાય છે અને પોસ્ટની બાકી જાણકારી પણ મેળવી શકાય છે. નવા અપડેટ બાદ કોઈની પોસ્ટ પર કોણે કોણે લાઈક કર્યું છે એ બધા લોકો નહીં જોઈ શકે.

એલન મસ્કે પણ આ નવા અપડેટ વિશે માહિતી આપતા લખ્યું હતું કે હવે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારના ડર અને ખચકાટ વિના કોઈની પણ પોસ્ટ લાઈક કરી શકશે. પોસ્ટ લાઈક કર્યા બાદ કોઈ પણ યુઝર્સને આની કોઈ જ માહિતી નહીં મળે.

રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર પ્રાઈવેટ લાઈક ફિચર એક્સના પ્રીમિયમ યુઝર્સ માટે હાલમાં પણ ઉપલબ્ધ છે. એન્જિનિયરિંગ ટીમના મતે આ ફીચરની મદદથી પોસ્ટ પર લાઈક વધી શકે છે. હાલમાં લોકો ડર કે ખચકાટને કારણે, પબ્લિક ઈમેજ ખરાબ થવાના ડરને કારણે કે ટ્રોલિંગને કારણે પોસ્ટ પર લાઈક નથી કરતાં. પણ હવે ટૂંક સમયમાં જ યુઝર્સ કોઈ પણ પ્રકારના ભય વિના કે ચિંતા વિના પોસ્ટને લાઈક કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!