સૂર્યાસ્ત સમયે નવા ભારતનો સૂર્યોદય: Prime Minister Narendra Modiએ લીધા ત્રીજી વખત શપથ…
નવી દિલ્હીઃ આજે સંપૂર્ણ ભારત માટે સૂર્યાસ્ત બાદ સોનાનો સૂરજ ઊગ્યો છે. નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા શપથવિધિ સમારોહમાં શપથ ગ્રહણ કરીને ત્રીજી વખત ભારતના વડા પ્રધાન બન્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નરેન્દ્ર મોદીને પીએમ પદના શપથ લેવડાવ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીની સાથે સાથે બીજા કેબિનેટ પ્રધાનોની પણ શપથવિધિ પર પડી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાદ રાજનાથ સિંહે મોદી 3.0 કેબિનેટમાં મિનિસ્ટર તરીકે શપથ લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રાજનાથ સિંહ અગાઉની સરકારમાં સંરક્ષણ ખાતાના પ્રધાન રહી ચૂક્યા છે. હાલમાં તેઓ લખનઊથી નવા ચૂંટાયેલા સાંસદ છે. ત્રીજા નંબર પર ભાજપના નેતા અમિત શાહે કેન્દ્રિય પ્રધાન તરીકે શપથ લીધા હતા અને તેઓ અગાઉની સરકારમાં કેન્દ્રીય ગૃહ ખાતાના પ્રધાન હતા અને તેઓ ગાંધીનગરની બેઠક પરથી સતત બીજી વખતના સાંસદ ચૂંટાઈ આવ્યા છે.
Honoured to serve Bharat. Watch the oath-taking ceremony. https://t.co/i71ZYjQUvb
— Narendra Modi (@narendramodi) June 9, 2024
ભાજપના નેતા અને નવા ચૂંટાયેલા સાંસદ નીતિન ગડકરીએ પણ સતત ત્રીજી વખત કેબિનેટ મિનિસ્ટર તરીકે શપથ લીધા હતા. પીએમ મોદીની આ અગાઉના બંને કાર્યકાળમાં ગડકરી કેબિનેટ મિનિસ્ટર રહી ચૂક્યા છે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે પણ કેબિનેટ મિનિસ્ટર તરીકે શપથ લીધા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં યોજાયેલી 18મી લોકસભા ચૂંટણીનું પરિણામ ચોથી જૂનના રોજ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધને 292 બેઠકો જીતીને બહુમતનો આંકડો પાર કર્યો છે. જ્યારે ભાજપને 240 બેઠકો મળી હતી.