July 1, 2025
મહારાષ્ટ્ર

પુણેમાં Pre Monsson Showerએ મચાવ્યો હાહાકાર: કોંગ્રેસે ભાજપની ટીકા કરતા કહ્યું કે 50 વર્ષ…

Spread the love

પુણે: પુણેમાં ગઈકાલે સાંજે પડેલા મુશળધાર વરસાદને કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવવાની, ઝાડ તૂટી પડવાની ઘટનાઓ બની હતી. તૂટી પડેલા વરસાદને કારણે નાળાસફાઈની પોલ ખૂલી પડી ગઈ છે હોઈ આ બાબતે પણ રાજકારણ ગરમાઈ રહ્યું છે.
પુણેના કોંગ્રેસના વિધાનસભ્ય રવિન્દ્ર ધાંગેકરે આ મુદ્દે ભાજપ પર નિશાનો સાધતા કહ્યું હતું કે આગામી 50 વર્ષનો વિચાર કરીને કરવામાં આવેલો શહેરનો વિકાસ પર પાણી ફરી વળ્યુ છે. રવીન્દ્ર ધંગેકારે આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે આજના પ્રિ મોન્સુન વરસાદમાં જ સ્માર્ટ સિટી પુણેની બધી પોલ ખુલી ગઈ છે. પુણેના તમામ રસ્તા પર પાણી ભરાઈ ચૂક્યું છે. આજે દરેક પુણેકર ટ્રાફિકજામમાં ફસાયેલો છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે આગામી 50 વર્ષનો વિચાર કરીને કરવામાં આવેલો વિકાસ વર્તમાન સમયમાં તો પાણીની નીચે ગરક થઈ ગયેલો દેખાઈ રહ્યો છે. ઈમાનદારીથી ટેકસ ભર્યા બાદ પણ અમારા ભાગે તો છેલ્લે હાલાકી જ આવી છે. પણ પુણેવાસીઓ તમે સત્તાધિશો પાસે આ બાબતે સવાલ જવાબ પૂછવાની પળોજણમાં ના પડશો કારણ કે તમને વરસાદ વધારે પડ્યો એવો હર હંમેશ આપવામાં આવતો જવાબ જ સાંભળવા મળશે. તમે સુખરૂપ શાંતિથી ઘરે પહોંચો અને તમારું ધ્યાન રાખો… એવા અર્થનું ટ્વીટ રવિન્દ્ર ધંગેકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કર્યું છે.


તેમણે ટ્વીટ કરવાની સાથે સાથે જ પુણેના કેટલાક વિસ્તારના ફોટો અને વીડિયો પણ શેર કર્યા છે. જેમાં જોવા મળે છે કે શહેરમાં પડેલા મુશળધાર વરસાદ બાદ પરિસ્થિતિ કેવી અને કેટલી ગંભીર બની ગઈ છે.
પુણે અગ્નિશામક દળ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર શનિવારે પડેલા મુશળધાર વરસાદને કારણે આખા શહેરમાં ઝાડ તૂટી પડવાની આશરે 15થી વધુ ઘટના બની હોવાની માહિતી સામે આવી રહી છે અને આ આંકડો હજી વધી શકે છે એવી શક્યતા પણ તેમણે વધુમાં વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!