અપસેટઃ અમેરિકાએ સુપરઓવરમાં પાકિસ્તાનને હરાવ્યું
પાકિસ્તાનને ભારે પડ્યા આ બે ભારતીય ખેલાડી, જાણો કોણ છે?

ટેક્સાસઃ યુએસમાં રમાઈ રહેલી ટી-ટવેન્ટી વર્લ્ડકપની મેચમાં ગઈકાલે પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે જોરદાર ટક્કર રહી. આખરે સુપરઓવરમાં પાકિસ્તાનને અમેરિકાએ હરાવીને આગેકૂચ કરી છે. ટોસ જીતીને અમેરિકાએ પહેલી બોલિંગ લેતા પાકિસ્તાન પહેલા દાવમાં આવ્યું હતું. 20 ઓવરમાં સાત વિકેટે 159 રન બનાવી શક્યું હતું, જ્યારે એના જવાબમાં અમેરિકા પણ 159 રન બનાવ્યા હતા, ત્યારબાદ મેચ સુપરઓવરના આખરી પડાવમાં આવી હતી. આમ છતાં પાકિસ્તાન સામેની મેચમાં અમેરિકા વતી રમનારા બે ભારતીય ખેલાડી ભારે પડ્યા હતા, તેથી હાર્યું હતું.
અમેરિકાએ ટવેન્ટી-20 વર્લ્ડકપની મેચમા પહેલો અપસેટ સર્જ્યો છે. ગ્રુપ-એમાં 2009ની ચેમ્પિયન પાકિસ્તાનની ટીમને સુપરઓવરમાં હરાવ્યું છે. આ મેચમાં ટેક્સાસના ડલાસ સ્થિત ગ્રાન્ડ પિયરી સ્ટેડિયમમાં રમાઈ હતી. ટોસ હારીને પહેલી બેટિંગ કરનાર બાબર આઝમ ટીમમાં સૌથી વધુ રન 44 બનાવી શક્યો હતો, જ્યારે સાત વિકેટે ટીમે 159 રન બનાવ્યા હતા, જ્યારે તેના જવાબમાં અમેરિકાની ટીમે 20 ઓવરમાં ત્રણ વિકેટે 159 રન બનાવ્યા હતા. કેપ્ટન મોનાંક પટેલે સૌથી વધુ રન 50 બનાવ્યા હતા, ત્યાર બાદ મેચ સુપરઓવરમાં પહોંચી હતી.
સુપરઓવરમાં અમેરિકાએ પહેલી બેટિંગ લઈને અઢાર રન બનાવ્યા હતા, જ્યારે તેના જવાબમાં પાકિસ્તાનની ટીમ છ બોલમાં 13 રન બનાવી શકી. અમેરિકાની ટીમમાં મોનાંક પટેલને મેન ઓફ ધ મેચ મળી હતી. પાકિસ્તાનની વર્લ્ડકપની આ પહેલી મેચ હતી, જ્યારે ટીમને અમેરિકાની નબળી ટીમ સામે હારનો સામનો કરતા પાકિસ્તાનના ક્રિકેટચાહકોને નિરાશ કર્યા હતા. અમેરિકાની ટીમ ગ્રુપ એમાં બે જીત સાથે ચાર પોઈન્ટે પહેલા ક્રમે રહી છે. પાકિસ્તાનની આગામી મેચ નવમી જૂનના ભારત સામે થશે, જ્યારે અમેરિકાની આગામી મેચ ભારત સામે 12મી જૂને થશે.
ભારતીયો સામે અમેરિકામાં પાકિસ્તાન હાર્યું
અમેરિકાની જીતમાં અમેરિકાના કેપ્ટન મોનાંક પટેલ અને સૌરભ નેત્રવાલકરનું મહત્ત્વનું યોગદાન રહ્યું. મોનાંક પટેલે આક્રમક બેટિંગ કરતા પચાસ રન કર્યા હતા, જ્યારે સૌરભે સુપરઓવરમાં પાકિસ્તાનને 19 રન બનાવવા દીધા નહોતા. જન્મે મુંબઈના સૌરભ નેત્રવાલકર 2008-09માં કૂચ બેહાર ટ્રોફીમાં છ મેચમાં 30 વિકેટ ઝડપી હતી, ત્યાર પછી 2010માં અંડર-19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી હતી.
વર્લ્ડ કપ પછી દક્ષિણ આફ્રિકામાં ત્રિકોણિય સિરીઝમાં સૌથી વધુ વિકેટ પણ ઝડપી હતી. એના પછી ન્યૂઝીલેન્ડમાં 2010માં અંડર-19 વર્લ્ડકપમાં સૌરભ કેએલ રાહુલ, જયદેવ ઉનડકટ અને મયંક અગ્રવાલ સાથે પણ રમ્યો હતો. આ ત્રણેય ખેલાડીએ સિનિયર ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવ્યું હતું, પરંતુ સૌરભને સ્થાન મળ્યું નહોતું.
સૌરભના માફક મોનાંક પટેલનું મૂળ ગુજરાતનું છે. 2018માં અમેરિકા વતી રમવાનું ચાલુ કર્યું હતું. મોનાંક અંડર-16 અને અંડર-18 ક્રિકેટ ગુજરાતનું પ્રતિનિધિત્વ પણ કરી ચૂક્યો છે. 2010માં અમેરિકાનું ગ્રીન કાર્ડ મળ્યું હતું અને 2016માં કાયમી ધોરણે અમેરિકામાં શિફ્ટ થયો હતો. સૌરભ અને મોનાંક સિવાય હરમીત સિહ અમેરિકાવતી રમે છે.
2012માં હરમીતે ઉનમુક્ત ચંદની કેપ્ટનશિપમાં ભારત માટે અંડર-19 વર્લ્ડ કપ રહ્યો હતો અને ભારતને જીતાડવામાં પણ તેનું મોટું યોગદાન રહ્યું હતું.
