રાહતઃ આરબીઆઈએ લીધો સૌથી મોટો નિર્ણય, રેપો રેટમાં નહીં કર્યો ફેરફાર
મુંબઈઃ કેન્દ્રીય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ મોનિટરી પોલિસીમાં સતત આઠમી વખત રેપો રેટમા કોઈ ફેરફાર કર્યો નથી, જેથી હોમ લોનધારકોને મોટી રાહત મળી છે. ફેબ્રુઆરી 2023માં રેપો રેટ વધારીને 6.5 ટકા કર્યો હતો, ત્યારથી સતત આઠ વખત રેપો રેટ 6.5 ટકાના દરે છે. રેપો રેટ બેંકના ઈએમઆઈ સંબંધિત હોય છે, તેથી સામાન્ય લોકોના ઈએમઆઈના રેટમાં પણ કોઈ ફેરફાર થયો નથી.
આરબીઆઈની મોનિટરી પોલિસી સંબંધિત સમિતિની ત્રણ દિવસ સુધી ચાલેલી બેઠક પછી રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોનિટરી પોલિસી સંબંધિત કમિટીએ સતત આઠમી વખત વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યો નથી. અલબત્ત, રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરતા સામાન્ય લોનધારકના ખિસ્સા પર કોઈ ભારણ પડશે નહીં. આગામી દિવસોમાં બેંક લોનના ઈએમઆઈમાં પણ કોઈ ફેરફાર થશે નહીં.
આરબીઆઈની વ્યાજદર નિર્ધાર કરનારી આગામી વ્યાજદર નક્કી કરવા માટેની બેઠક બુધવારથી શરુ કરવામાં આવી હતી. પાંચમી જૂનથી શરુ થઈને સાતમી જૂનના પૂરી થઈ જે આજ દિવસ સુધી ચાલી હતી. એમપીસીની બેઠકમાં છ સભ્યમાંથી ચાર વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવા ઈચ્છતા નહોતા. આરબીઆઈના ગર્વનરે આજે બેઠક પછી નાણાકીય વર્ષ 2025માં રિયલ જીડીપી ગ્રોથ 7.2 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું, જે અગાઉ સાત ટકા વ્યક્ત કર્યું હતું એનાથી વધારે છે.
નાણાકીય વર્ષ 2024-2025ના પૂર્ણ બજેટ પહેલા આરબીઆઈ દ્વારા આજે મહત્ત્વની બેઠક પાર પાડવામાં આવી. આ બેઠક પછી આરબીઆઈના ગવર્નર શશિકાંત દાસે સૌથી જાહેરાત કરતા કહ્યું હતું કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવમાં આવ્યો નથી
અહીં એ જણાવવાનું રેપો રેટ છેલ્લા 16 મહિનાથી સ્થિર રેટ પર છે. આમ છતાં આરબીઆઈએ એવા લોકોને નિરાશ કર્યા છે, જે લોકો વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષા રાખતા હતા. રેપો રેટમાં કોઈ વધારો નહીં કરતા હોનલોનધારકોને રાહત મળી છે. આ ઉપરાંત, રોકાણકારો માટે સારા સમાચાર એ છે કે એફડીમાં રાખવામાં આવેલા રોકાણ પર તમને વધારે વ્યાજ મળતું રહેશે.
રેપો રેટ શું છે એ હજુ તમને સમજાય નહીં તો રેપો રેટ એ વ્યાજદર છે, જેના આધારે આરબીઆઈને બેંકો પાસેથી પૈસા મળે છે અને એના કારણે જ્યારે પણ રેપો રેટમાં બદલાવ થાય છે, ત્યારે પર્સનલ લોનથી લઈ કાર લોન અને હોમ લોનના દરોમાં ફેરફાર થાય છે. રેપો રેટમાં ફેરફારથી લોન મોંઘી થાય છે.
