July 1, 2025
ટોપ ન્યુઝનેશનલ

સુનિતા વિલિયમ્સે અંતરિક્ષમાં નોંધાવ્યો નવો વિક્રમ

Spread the love

મૂળ ગુજરાત કહો કે ભારતની સુનિતા વિલિયમ્સે વધુ એક સિદ્ધિ નોંધાવીને ભારતની સાથે અવકાશ ક્ષેત્રને નવો વિક્રમ નોંધાવ્યો છે. 58 વર્ષના સુનિતા વિલિયમ્સે પાંચમી જૂનના ફ્લોરિડાના કેપ કેનાવેરલથી નાસાના અવકાશયાત્રી બેરી બુચ વિલ્મોરની સાથે બોઈંગના સ્ટારલાઈનર કેપ્સુલ મારફત ઉડાન ભરી હતી. આ ઉડાન ભરવા સાથે સુનિતા વિલિયમ્સ સ્પેસમાં પરીક્ષણ મિશન માટેના એક અંતરિક્ષ યાનની પહેલી મહિલા અવકાશયાત્રી બની છે.

2012માં પણ વિલિયમ્સે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનની સફર દરમિયાન અંતરિક્ષ ટ્રાયથલોન પૂરી કરનારી પહેલી વ્યક્તિ હતી. સુનિતા વિલિયમ્સ અમેરિકન નૌકાદળની એકેડેમીમાંથી ટ્રેનિંગ લીધા પછી 1987માં અમેરિકન નેવીમાં સામેલ થયા હતા. વિલિયમ્સે 1998માં નાસા દ્વારા અંતરિક્ષ યાત્રી તરીકે પસંદ કરવામાં આવી હતી, જ્યારે તેમણે બે સ્પેસ મિશનમાં ભાગ લીધો હતો. 2006ના અભિયાન (14-1) અને 2012ના અભિયાન (32-33)નો સમાવેશ થાય છે.

સૌથી મોટી વાત એ છે કે સુનિતા વિલિયમ્સ અને તેના સાથી બુચ વિલ્મોરે ત્રીજી વખત સ્પેસમાં મુસાફરી કરી છે. આ વખતે તેમણે બોઈંગ કંપનીના સ્ટારલાઈનર યાનનો ઉપયોગ કર્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (આઈએસએસ) સુધી જનારા આ મહામાનવોએ ઈતિહાસ રચ્યો છે. એટલું જ નહીં, સુનિતા વિલિયમ્સ પણ આ મિશનનો ભાગ બનીને નવી સિદ્ધિ હાંસલ કરી છે.

ક્રૂ ફ્લાઈટ ટેસ્ટ મિશનમાં અનેક વખત વિલંબ થયા પછી ફ્લોરિડાના કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી રવાના થયા હતા. આ મિશનની સફળતા સાથે સુનિતા વિલિયમ્સનું નામ આ પ્રકારના અજોડ મિશનમાં જનારી મહિલા તરીકે નવી સિદ્ધિ નોંધાવી છે. એના સિવાય આ મિશનની સફળતા ફક્ત સુનિતા વિલિયમ્સની વ્યક્તિગત સિદ્ધિ તો નોંધાવી છે એની સાથે સ્પેસ સેક્ટરમાં પણ નવો રેકોર્ડ નોંધાવ્યો છે. આ સિદ્ધ પણ ભારતીય સમુદાયો માટે નવી પ્રેરણા બની રહેશે.

વિલિયમ્સ અને વિલ્મોરની યાત્રાને 25 કલાકનો સમય લાગશે. આ અંતરિક્ષ યાન ગુરુવારે સ્પેસ સ્ટેશન પહોંચશે બંને 14 જૂને પશ્ચિમના યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકાના એક રેગિસ્તાનમાં ઉત્તરાણ કર્યા પહેલા લેબોરેટરીમાં એક અઠવાડિયું વીતાવશે, ત્યાર બાદ ફરી યાનમાં સવારી કરશે.

અનુભવી સુનિતા વિલિયમ્સ માટે આ મોટી સિદ્ધિ છે. 32ની ફ્લાઈટ એન્જિનિયર તરીકે પણ કામ કર્યું છે. સુનિતા વિલિયમ્સનો જન્મ યુક્લિડમાં થયો હતો. ઓહિયોમાં મૂળ ભારતીય અમેરિકન ન્યૂરોએનાટોમિસ્ટ દીપક પંડ્યા અને સ્લોવેનિયાઈ-અમેરિકન ઉર્સુલાઈન બોની પંડ્યાને ઘરે સુનિતા વિલિયમ્સનો જન્મ થયો હતો. અમેરિકાની નેવીમાં ડિગ્રી લીધા પછી ફ્લોરિડામાં માસ્ટર્સ ડિગ્રી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!