December 20, 2025
ટોપ ન્યુઝમુંબઈ

Loksabha Elections-2024: મુંબઈમાં 13 દિવસ પ્રચાર કરીને રવીન્દ્ર વાયકરનો 48 મતથી વિજય…

Spread the love

મુંબઈ: લોકસભા ચૂંટણીના પરિણામ (Loksabha Elections Result-2024) જાહેર થયું અને હવે આખું ચિત્ર હવે એકદમ સ્પષ્ટ થઈ ગયું છે અને 8મી જૂનના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડા પ્રધાનપદ માટે શપથ લેશે. પરંતુ આ બધા વચ્ચે મુંબઈની ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠકથી શિવસેના (શિંદે જૂથ)ના ઉમેદવાર રવીન્દ્ર વાયકર (Shinde Group Shivsena’s Ravindra Waiker)ની જીતની ચર્ચા ચારેકોર થઈ રહી છે. રવીન્દ્ર વાયકરે આ બેઠક પરથી માત્ર 48 મતથી જીત હાંસલ કરી છે અને 2024ની લોકસભા ચૂંટણીમાં જીતનું આ સૌથી ઓછું માર્જિન હોવાનું કહેવાય છે.


ચૂંટણી પંચ (Election Commission Of India) દ્વારા બહાર જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર રવીન્દ્ર વાયકરને મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠકથી 4,52,644 લાખ મત મળ્યા છે, જ્યારે તેમની સામે શિવસેના (ઉદ્ધવ જૂથ)એ અમોલ કીર્તિકરને ઉમેદવારી આપી હતી અને અમોલ કીર્તિકરને 4,52,596 મત મળતાં તેમની હાર થઈ હતી.

મુંબઈ ઉત્તર પશ્ચિમ બેઠક પર જીત હાંસિલ કર્યા બાદ પોતાના વિરોધીને લગભગ 48 મતથી હરાવવા મુદ્દે પર રવીન્દ્ર વાયકરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે લોકશાહીમાં એક-એક મતની કિંમત હોય છે અને ભૂતકાળમાં પણ તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીજીની સરકાર પણ એક મતથી જ પડી ગઈ હતી. મેં કહ્યું હતું કે હું લડીશ અને જીતીશ અને જુઓ તમારા બધાના પ્રેમ અને સહકારથી હું જીતી પણ ગયો છું. મેં મહારાષ્ટ્ર અને મુંબઈ સહિત આખા દેશની સેવા કરવાનું વ્રત લીધું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈની જોગેશ્વરી ઈસ્ટ બેઠકથી વિધાનસભ્ય રવીન્દ્ર વાયકર આ વર્ષની શરૂઆતમાં શિવસેના (ઉદ્ધવ જૂથ)થી છૂટા પાડીને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતા હેઠળની શિવસેનામાં જોડાઈ ગયા હતા. મુંબઈના ઉત્તર-પશ્ચિમ લોકસભા બેઠકથી તેમની ઉમેદવારીની જાહેરાત પણ છેલ્લી ઘડીએ કરાઈ હતી.

મતગણતરીના શરૂઆતી વલણોમાં આ બેઠક પર બંને ઉમેદવાર અલગ-અલગ સમયે આગળ હતા. આ દરમિયાન એક સમય એવો પણ આવ્યો હતો કે જ્યારે રવીન્દ્ર કીર્તિકર લગભગ એક મતથી આગળ હતા.

શિવસેના (ઉદ્ધવ જૂથ) અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ મત ગણતરીમાં ગરબડની શંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હું અને મારો પક્ષ આ પરિણામને પડકારવાનો વિચાર કરી રહ્યા છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!