December 20, 2025
ટોપ ન્યુઝનેશનલ

જય જગન્નાથ… થી શરૂ થયું PM Narendra Modiનું સંબોધન અને…

Spread the love

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી-2024 (Loksabha Elections Result-2024)ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. હવે ચિત્ર ખાસ્સી હદે સ્પષ્ટ થઈ ગયું છે કે એનડીએ (NDA) ને પૂર્ણ બહુમત મળી રહ્યું છે તેમ  જ I.N.D.I.A ગઠબંધનને પણ મોટી સંખ્યામાં બેઠકો મળી છે. આ ચૂંટણીમાં ભાજપ (BJP) એક મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે..આ બાદ વચ્ચે વડા પ્રધાન મનમોહન મોદી (Prime Minister Narendra Modi) ભાજપના હેડ ક્વાર્ટર પહોંચ્યા હતા અને તેમણે ભાજપના કાર્યકર્તાઓને સંબંધોન પણ કર્યું હતું.


પીએમ નરેન્દ્ર મોદી લોકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે જય જગન્નાથ…આજનો દિવસ ખૂબ જ મંગળ છે અને આજના આ પાવન દિવસે જ ત્રીજી વખત NDAની સરકાર બનવાનું લગભગ નક્કી છે. અમે જનતા જનાર્દનનો આભાર માનીએ છીએ. આજની આ જિત 140 કરોડ ભારતીયોની જીત છે.

ચૂંટણી પંચનો પણ ખૂબ ખૂબ આભાર કે તેમણે દુનિયાની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયાને કુશળતા અને સફળતાપૂર્વક પાર પાડી હતી. ચૂંટણીની આ પ્રક્રિયા અને ક્રેડીબિલિટી પર એક ભારતીય તરીકે અમને બધાને માન છે અને ગર્વની લાગણી પણ છે. ભારતમાં લોકસભાની ચૂંટણીમાં જેટલા લોકોએ મતદાન કર્યું છે એ દુનિયાના ઘણા લોકતાંત્રિક દેશની વસતી કરતાં પણ વધારે છે, એવું તેમણે વધુમાં જણાવ્યું હતું.


પીએમ મોદીએ પોતાના ભાષણમાં આગળ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે જે લોકો ભારતને તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા એમને ભારતની જનતાએ અરીસો દેખાડી દીધો છે.

ભાજપના સમર્થકોને સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે આ ચુંટણીમાં ત્રણ મુખ્ય પાસા છે. ભાજપ ઓરિસ્સામાં સરકાર બનાવવા જઈ રહ્યું છે અને લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપે ઉમદા પ્રદર્શન કર્યું છે. આવું પહેલી વખત થવા જઈ રહ્યું છે કે ભગવાન જગન્નાથજીની ધરતી પર ભાજપનો મુખ્ય પ્રધાન હશે. આખા દેશમાં જ ભાજપે સારું પ્રદર્શન કર્યું છે અને કેન્દ્ર સરકાર જનતાની મદદ કરવામાં કોઈ પણ પ્રકારની કસર બાકી નહીં રાખે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!