રણબીર કપૂર પર રાહાએ વરસાવ્યું હેત, જોઈ લો વીડિયો…
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ચાર દિવસના બીજી પ્રી-વેડિંગ સેરેમની (Anant & Radhika’s Pre Wedding function) ખૂબ જ ધામધૂમથી યોજાઈ હતી. ઉત્સવ 29 મેના રોજ શરૂ થયો હતો અને ઇટલી અને ફ્રાન્સમાં 1 જૂન સુધી ચાલુ રહ્યો હતો. પ્રી-વેડિંગ સેરેમેનીમાં અનેક કલાકારોએ હાજરી આપીને હવે પોતાના ઘરે પાછા ફરી રહ્યા છે ત્યારે ચર્ચાનું કારણ રણબીર કપૂર અને દીકરી રાહા છે.
અંબાણી પરિવારે અનંત અને રાધિકાના બીજી પ્રી-વેડિંગ સેરેમનીનું આયોજન રૂ. 7,500 કરોડના ક્રૂઝ પર કર્યું હતું. ક્રૂઝમાં સવાર 800 મહેમાન ઉપરાંત 600 ક્રૂ મેમ્બર્સને જાળવણી માટે બોર્ડમાં રાખવામાં આવ્યા હતા. અનંત-રાધિકાના બીજા પ્રી-વેડિંગમાં મોટી સંખ્યામાં બોલીવુડ સેલિબ્રિટીઝે હાજરી આપી હતી. હવે બધા મહેમાનો પરત ફરવા નીકળ્યા. બોલીવુડ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમની પુત્રી સાથે મુંબઈ પરત ફર્યા છે. તેનો વીડિયો વાયરલ થયો છે અને ફરી એકવાર રણબીર કપૂરની દીકરી રાહાએ બધાનું ધ્યાન ખેંચ્યું છે.
અભિનેતા રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને રાહાના મુંબઈ પાછા ફરવાનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. પહેલા વીડિયોમાં રણબીર રાહા સાથે કારમાં બેઠો જોવા મળે છે. તેની પાછળ આલિયા જોવા મળી રહી છે, જ્યાં રાહાએ રણબીરના ગાલ પર કિસ કરી હતી ત્યાર બાદ હસતી જોવા મળી હતી.
આ સિવાયના બીજા વીડિયોમાં રણબીર-આલિયા પોતાની પુત્રી સાથે કારમાં બેઠેલા જોવા મળે છે. આ વખતે રણબીરની વહાલી દીકરી કારની બહાર લાગેલા કેમેરા સામે તાકી રહી છે. આ સમયે રાહા ફરી એકવાર પોતાની મીઠી સ્ટાઈલથી બધાનું ધ્યાન ખેંચે છે. હાલમાં રણબીર, આલિયા અને રાહાના આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
દરમિયાન, મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી જુલાઈમાં લગ્ન કરશે. 12 જુલાઈના અનંત મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં રાધિકા મર્ચન્ટ સાથે સાત ફેરા લેશે. આ ઉપરાંત, અન્ય કાર્યક્રમો અને રિસેપ્શન પણ અહીં યોજાશે. 13 જુલાઈએ રિસેપ્શન યોજાશે.
