સાડી પહેરીને અભિનેત્રીઓને ટક્કર આપી હતી આ કલાકારો
21 ડિસેમ્બરે આખી દુનિયામાં સાડી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સાડીનું વિશેષ મહત્ત્વ છે, જ્યારે આજે ભારતના ગામડે ગામડે મહિલાઓનો પહેરવેશ સાડી છે. સાડી પહેરવાનું હવે વિદેશી મહિલાઓને પણ ઘેલું લાગેલું છે.
ભારતમાં મહિલાઓની સાથે પુરુષો પણ એક જમાનામાં ભવાઈ, નાટકમાં પહેરતા અને આજની તારીખે ફિલ્મી લાઈનના કલાકારો તેનાથી બાકાત નથી. આજના જમાનામાં ફેશન ડિઝાઈનર અને ઈન્ફ્લુઅન્સર પણ સાડી પહેરવાનું પસંદ કરે છે, જેમાં કરણ વિગ અને સિદ્ધાર્થ બત્રાના નામ પણ લેવાય છે. વાત કરીએ ફિલ્મી દુનિયામાં સાડી પહેરીને એવા અભિનેતાઓ નામ કમાવ્યું હતું.
આયુષમાન ખુરાનાઃ ફિલ્મ ડ્રીમગર્લ 2019માં આવી હતી. ડ્રીમગર્લ ફિલ્મ ટૂ ઓગસ્ટ 2023માં પણ આવી હતી. આ ફિલ્મમાં મુખ્ય અભિનેતા આયુષ્માન ખુરાનાએ સાડી પહેરીને એક્ટિંગ કરી હતી. એક ઈન્ટરવ્યૂમાં ખુરાનાએ કબૂલ્યું હતું કે મેં ફિલ્મમાં સાડી પહેરીને અભિનય કર્યો હતો, પણ વાસ્તવમાં ફિલ્મમાં સાડી પહેરવામાં બહુ તકલીફ પડી હતી.
કમલ હસનઃ એના પહેલા ચાચી 420માં જાણીતા અભિનેતા કમલ હસને સાડી પહેરીને કમાલ કરી હતી. આખી ફિલ્મમાં સાડી પહેરીને ચાચીનો અભિનય કરીને ચાર ચાંદ લગાવી દીધા હતા. આખી ફિલ્મમાં હટકે અભિનય માટે પણ કમલ હાસનની જોરદાર પ્રશંસા કરવામાં આવી હતી. 1997માં ચાચી 420 આવી હતી. કમલ હાસન એક એવા અભિનેતા હતા, જેમણે એક ફિલ્મમાં દસ-દસ અભિનય કર્યા હતા. ચાચી 420માં કામ કરતી વખતે એવી રીતે સાડીમાં આસિસ્ટંટ ડાયરેક્ટરના હોશ ઉડી ગયા હતા. કપિલ શર્માના શોમાં કમલ હાસને કહ્યુ હતું કે એક વખત ફિલ્મના સેટ પર આસિસ્ટંટ ડાયરેક્ટર તેમની નજીક આવીને કઈ રીતે ડાયલોગ બોલવાના છે.
એ જ વખતે સાડીમાં સજ્જ કમલ હસનની સાડીનો પલ્લું નીચે સરી જાય છે અને એ જ વખતે પોતાને જોઈને ડાયરેક્ટરના હોશ ઉડી ગયા હતા. આ વાત યાદ કરીને ખૂદ કમલ હાસન શોમાં હસી પડ્યા હતા. બીજા વર્ષે 1998માં આંટી નંબર વન આવી હતી. આ ફિલ્મમાં કમલ હાસનના પગલે પગલે ગોવિંદાએ શાનદાર અભિનય કર્યો હતો.
ગોવિંદાઃ આંટી નંબર વન ગોવિંદાની આઈકોનિક ફિલ્મ પૈકીની એક હતી. આ ફિલ્મમાં એક ગોપી અને મહારાણીનો અભિનય કર્યો હતો. આ ફિલ્મમાં સાડી પહેરવા સિવાય હોઠો પર લિપસ્ટિક લગાવી હતી. ગોવિંદા સિવાય 1981માં લાવારિસ ફિલ્મમાં બિગ બી એટલે અમિતાભ બચ્ચને પણ સાડી પહેરી હતી. લાવારિસ ફિલ્મમાં ગોવિંદાએ મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈના ગીતમાં સાડી પહેરી હતી. આ ગીતમાં બચ્ચને અમુક સીનમાં સાડી પહેરી હતી. બચ્ચન સિવાય આશુતોષ રાણાએ પણ સાડી પહેરીને પોતાની પ્રતિભાને ચાર ચાંદ લગાવ્યા હતા.
1999માં રિલીઝ થયેલી સંઘર્ષ ફિલ્મમાં આશુતોષ રાણાએ સાડી પહેરીને શાનદાર અભિનય કર્યો હતો. આશુતોષ રાણાની સાથે અન્ય તખ્તાના કલાકાર મનોજ વાજપેયીએ પણ સૂરજ પે મંગલ ભારી ફિલ્મમાં સાડી પહેરી હતી. 2020માં સાડી પહેરીને ફિલ્મ ક્ષેત્રે છવાઈ ગયો હતો. એ જ વર્ષે 2020માં અક્ષય કુમારે લક્ષ્મી બમ નામની ફિલ્મમાં લક્ષ્મીનો રોલ કર્યો હતો. અક્ષય કુમાર સિવાય અન્ય જાણીતા કલાકારોમાં નવાજુદ્દીન સિદ્દિકીએ હડ્ડી ફિલ્મમાં દમદાર રોલ કરીને પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો.