July 1, 2025
ટેકનોલોજીબિઝનેસ

Scam, Fraudથી બચાવવા સરકારનો આ છે માસ્ટર પ્લાન…

Spread the love

અત્યારે ડિજિટલ વર્લ્ડમાં સ્કેમ અને ફ્રોડના કેસમાં પુષ્કળ વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ હવે સરકારે પણ આ સમસ્યાથી નાગરિકોને ઉગારવા માટે માસ્ટર પ્લાન બનાવી દીધો છે. આવો જોઈએ શું છે સરકારનો આ માસ્ટર પ્લાન અને કઈ રીતે નાગરિકો આવનારા સમયમાં ફ્રોડ અને સ્કેમર્સના જાલમાં ફસાતાં બચી શકશે એ-
આ અંગે સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી પ્રમાણે ટૂંક સમયમાં જ મોબાઈલ નંબર 160થી શરુ થશે. સરકાર દ્વારા પ્રતિદિન વધી રહેલાં સ્કેમ અને ફ્રોડને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટેલિકોમ ડિપાર્ટમેન્ટ ટૂંક સમયમાં જ આ નવા નંબરની સિરીઝ બહાર પાડશે. આ નવા નંબર અત્યાર સુધી જોવા મળનારા તમામ નંબર કરતાં અલગ હશે.
આ નવી સિરીઝના નોર્મલ નંબર કરતાં એકદમ અલગ હશે, જે નાગરિકોને ફ્રોડથી બચાવશે અને આ માટે જ સરકાર 160 પ્રી-ફિક્સથી શરૂ થતા નંબર જારી કરશે. આ નંબર સરકારી કોલ્સ, રેગ્યુલેટર અને ફાઈનાન્શિયલ ઈન્ટિટીઝ માટે રહેશે. આ નંબરની શરુઆત 160ABCXXXથી થશે. હવે તમને થશે કે આ નંબરમાં એવું તે શું ખાસ છે તો ચાલો તમને આ નંબરની ખાસિયત જણાવીએ.
ટેલિકોમ વિભાગ દ્વારા રિલીઝ કરવામાં આવનારી આ નવી સિરીઝમાં AB ટેલિકોમ સર્કલનો કોડ હશે, જેમ દિલ્હી માટે 11 અને મુંબઈ માટે 22 હોય છે. આ સિવાય C એ ટેલિકોમ ઓપરેટરનો કોડ હશે. ત્યાર બાદ જોવા મળનારા XXXમાં 0થી 9 સુધીના નંબર હશે. RBI, SEBI, PERDA અને IRDA જેવી ગવર્નમેન્ટ ઓથોરિટીઝના નંબર આ નવા ફોર્મેટ (160ABCXXX)માં રહેશે. આ નંબર ડિઝાઈન કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે જેથી લોકો આ નંબર સરળતાથી ઓળખી શકે.
સરકાર દ્વારા આ પગલું સ્કેમ અને ફ્રોડની ઘટનાઓને રોકવા માટે લેવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાક સમયથી ફોનની મદદથી થતાં ગુનાઓના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. નાગરિકોને આ સ્કેમર્સની જાળમાં ફસાતા અટકાવવા માટે સરકાર દ્વારા આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!