July 1, 2025
ટ્રાવેલનેશનલ

દિલ્હી વારાણસી ફ્લાઈટનું વહેલી સવારે ઈમર્જન્સી લેન્ડિંગ, સુરક્ષા પ્રશાસન દોડતું

Spread the love

નવી દિલ્હીઃ સ્કૂલ-કોલેજ અને એરપોર્ટ પર નિરંતર બોમ્બ મૂકાયાના કોલ ચાલુ છે ત્યારે ગઈકાાલે મુંબઈની જાણીતી હોટેલમાં બોમ્બ મૂકાયાની અફવા બાદ તાજેતરમાં દિલ્હી વારાણસીની ફ્લાઈટમાં બોમ્બ મૂક્યાની દોડાદોડી થઈ ગઈ હતી.
બોમ્બની ધમકી પછી દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમર્જન્સી લેન્ડિંગ આવ્યું હતું. ત્યાર બાદ તાત્કાલિક ફ્લાઈટમાંથી તમામ પ્રવાસીને બહાર કાઢવામાં આવ્યા હતા. વિમાનની સીડીના બદલે પ્રવાસીઓને એક સ્લાઈડરની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.
દિલ્હીથી વારાણસી જનારી ઈન્ડિગોની 6E2211 ફ્લાઈટેને રોકવામાં આવી હતી, ત્યાર બાદ જેમતેમ કરીને પ્રવાસીઓને ઉતારવામાં આવ્યા હતા. દિલ્હી ફાયરસર્વિસના જણાવ્યા મુજબ સવારના 5.35 વાગ્યે દિલ્હીથી બનારસ જનારી ફ્લાઈટમાં બોમ્બ મૂક્યાના સમાચાર મળ્યા હતા, ત્યાર બાદ ક્વિક રિસ્પોન્સ ટીમ પહોંચ્યા પછી તપાસ હાથ ધરી હતી.


એરપોર્ટ પર બોમ્બ સ્કવોડની સાથે ક્વિક રિસ્પોન્સ ટીમ દ્વારા તપાસ હાથ ધરી હતી. આ મુદ્દે સીઆઈએસએફના અધિકારીએ કહ્યું હતું કે તાકીદની સ્થિતિ ઊભી થઈ હોવાથી તાત્કાલિક ધોરણે પ્રવાસીઓને ફ્લાઈટમાંથી ઉતારવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. પ્રવાસીઓમાં ડરનો માહોલ ઊભો થયો હતો. બોમ્બની ધમકી મળ્યા પછી પ્રવાસીને સુરક્ષિત રીતે તો બહાર કાઢ લેવામાં આવ્યા છે.
અહીં એ જણાવવાનું કે ગઈકાલે રેમલ ચક્રવાતને કારણે ભોપાલના રાજાભોજ ઈન્ટનેશનલ એરપોર્ટખાતે પણ કેટલીક ફ્લાઈટ્સનું ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
ગત એપ્રિલ મહિના દરમિયાન નાગપુરમાં આ જ પ્રકારનો બોમ્બનો કોલ મળ્યા પછી એરપોર્ટ પ્રશાસન દોડતું થઈ ગયું હતું. આ ઉપરાંત, જયપુર, કાનપુર સહિત ગોવા એરપોર્ટને પણ બોમ્બની ઈમેલ મળી હતી. જોકે, સઘન તપાસ કર્યા પછી ક્યાંય કોઈ સંદીગ્ધ વસ્તુ મળી નહોતી. ગોવા ડાબુલીન એરપોર્ટને તો સત્તાવાર ઈ-મેલ પર બોમ્બની થ્રેટ મળી હતી. આ મેલ મળ્યા પછી પોલીસ, બોમ્બ સ્કવોડ સહિત અન્ય એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી હતી, પરંતુ ક્યાંય કંઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!