ન્યૂ યોર્ક પહોંચી Team India: કેપ્ટન રોહિત શર્માએ જાડેજા સાથેની શેર કરી સેલ્ફી
ગઈકાલે જ IPL 2024નો અંત આવ્યો છે અને હવે Team India બીજી જૂનથી અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનારી T20 World Cup- 2024 માટેની તૈયારીઓમાં એકદમ વ્યસ્ત થઈ જવાની છે.
અહીંયા તમારી જાણ માટે કે રોહિત શર્મા (Rohit Sharma)ની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટરનું પહેલું ગ્રુપ અમેરિકામાં યોજાનારા T-20 વર્લ્ડકપ માટે રવિવારે જ ન્યૂ યોર્ક ખાતે પહોંચી ગયો છે. Rohit Sharma સાથે 10 સભ્યની ટીમ ન્યૂ યોર્ક પહોંચી ગઈ હતી, પરંતુ આ બધા વચ્ચે વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી(Virat Kohli)ની ગેરહાજરી સૌને આંખે ઊડીને વળગી હતી.
સૌથી મજાની વાત એ હતી કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા સાથે ચેન્નઈ સુપરકિંગ્સ્ના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ પહોંચ્યો છે, જ્યારે ટીમના કેપ્ટન રોહિત શર્માએ સૌથી પહેલી સેલ્ફી લીધી હતી. સેલ્ફીમાં ચેન્નઈ સુપરકિંગ્સના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે લીધી હતી અને એને ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરી હતી. આ પોસ્ટ પર પણ લોકોએ મજાની પ્રતિક્રિયા આપી હતી
જોકે આ મામલે એવી ચર્ચા પણ ચાલી રહી છે કે થોડાક સમય બાદ વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા એમ બંને જણ ટીમને જોઈન કરશે. કેપ્ટન રોહિત શર્મા સાથે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ મોહમ્મદ સિરાજ, સૂર્યકુમાર યાદવ, વિકેટ કિપર અને બોલર રિષભ પંત, ઓલ રાઉન્ડર શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અને અક્ષર પટેલ પણ ન્યૂ યોર્ક પહોંચી ગયો છે.
BCCI દ્વારા સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં ટીમ ઈન્ડિયા ન્યૂ યોર્ક એરપોર્ટ પર સાથે જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયા ગ્રુપ એમાં સામેલ છે અને ટીમને બાંગ્લાદેશ વિરૂદ્ધ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં એક માત્ર પ્રેક્ટિસ મેચ રમવાની છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે T20માં 9મી જૂનના દિવસે મેચ રમાવવાની છે. હંમેશની જેમ જ આ મેચને લઈને ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.