July 1, 2025
ગુજરાતટોપ ન્યુઝ

રાજકોટ અગ્નિકાંડ મુદ્દે વહીવટી તંત્ર એકશનમાં: ૯ અધિકારી સસ્પેન્ડ

Spread the love

રાજકોટ: ગુજરાતના રાજકોટના કાલાવડ રોડ પર આવેલ ટીઆરપી (Rajkot TRP) ગેમ ઝોન અકસ્માતમાં 28 લોકોના મોત બાદ વહીવટી તંત્ર જાગ્યું છે. વહીવટી પ્રશાસન દ્વારા હવે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલિસ કમિશનર અને પાલિકા કમિશનર સાથે કુલ નવ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રવિવારે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ઘટનાસ્થળની મુલાકાત લઈને કડક કાર્યવાહીના સંકેત આપ્યા હતા. આ અગાઉ, ગેમ ઝોનના સંચાલકો સહિત છ લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે અને ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આજે મૃતકોની ઓળખ વિધિ કરવામાં આવી રહી છે, પણ પીડિત પરિવાર વતી આ કાંડના ગુનેગારોને જમીન સુધ્ધા નહિ આપાવામાં આવે એવી ચીમકી આપી છે. રાજકોટમાં આજે આ કાંડ મુદ્દે વેપારીઓએ સ્વયંભૂ બંધ પણ પાલ્યો હતો.

;

જોકે, પ્રાથમિક માહિતી અનુસાર રાજકોટ ગેમ ઝોનની ઘટના અંગે રાજ્ય સરકારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટના માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)ના કમિશનર, પોલિસ કમિશનર, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ ડી જોશી, મદદનીશ ઈજનેર જયદીપ ચૌધરી, નાયબ કાર્યપાલક ઈજનેર પારસ એમ કોઠીયા, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા, ડેપ્યુટી આર એન્ડ બી વિભાગના ઈજનેર એમઆર સુમા જવાબદાર છે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત, પોલીસ વિભાગના બે સિનિયર પીઆઈ એન. આઈ. રાઠોડ અને રાજકોટનાં પોલીસ વી. આર. પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રવિવારે રાત્રે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ પછી જ સસ્પેન્શનની કાર્યવાહીની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી હતી.

હવે આ મુદ્દે એવું કહેવામાં આવ્યું છે કે ગેમ ઝોનના સંચાલકો વતી રેસ-વે એન્ટરટેઈનમેન્ટ એમ્યુઝમેન્ટ પાર્ક શરૂ કરવા માટે બુકિંગ લાઇસન્સ આપવા માટે મહાનગરપાલિકાને અરજી કરવામાં આવી હતી. જેમાં વિભાગીય અધિકારી દ્વારા આયોજન મુજબ સ્થળ મુલાકાત લેવાનો આદેશ હોવા છતાં ચકાસણી કરવામાં આવી નહોતી. ઓપન પ્લોટનો નકશો રજૂ કરવામાં આવ્યો હોવા છતાં કાગળ પરની કામગીરીમાં પ્રથમદર્શી બેદરકારી જોવા મળી છે. એ જ રીતે ગેમ ઝોનના સંચાલકોએ પણ પોલીસ વિભાગમાં બુકિંગ લાઈસન્સ માટે અરજી કરી હતી.

આ તપાસ સબંધિત પોલીસ સ્ટેશનમાં આવતાં ફાયર એનઓસી અંગે ચર્ચા કર્યા વિના હકારાત્મક હેતુ સાથે અરજી મોકલી આપવામાં આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આ પણ બેદરકારીનો મામલો જણાય છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!