લોકસભા ચૂંટણીના જંગમાં કોણ જીતશે, શું દાવા છે ફલોદી સટ્ટા બજારના?
જયપુર/નવી દિલ્હીઃ 17મી લોકસભાની ચૂંટણીના છ તબક્કાનું મતદાન પૂર્ણ તહ્યું છે હવે સાતમા તબક્કામાં પહેલી જૂનના મતદાન હાથ ધરવામાં આવશે. લોકસભાની 543 બેઠક પર સત્તાધારી પક્ષ ફરી સત્તામાં આવવા માટે 400 પારનું સૂત્ર પણ આપ્યું છે. એનાથી વિપરીત કોંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધન પણ ફરી ભારતીય જનતા પાર્ટીની સરકાર નહિ બને એવો દાવો કરે છે. રીઝલ્ટ તો ચોથી જૂનના જાહેર કરવામાં આવશે. પણ એની વચ્ચે ભારતના જાણીતા સટ્ટા બજાર એટલે રાજસ્થાનના ફલોદી સટ્ટા બજારે ફરી નવા આંકડા જારી કર્યાં છે. ચાલો જોઈએ શું આંકડાઓની રમત રમ્યું છે બજાર.
સૌથી પહેલા ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં 2019નું પુનરાવર્તન થશે. યુપીની 80 બેઠકમાંથી ભાજપને 60-65 સીટ મળે તો કોંગ્રેસ અને સપાને 20-25 બેઠક મળવાની સંભાવના રહેશે.
અહીં એ જણાવવાનું કે પાંચમા તબક્કાના મતદાન પછી ફ્લોદી સટ્ટા બજાર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે આ વખતની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 300 સીટ મળશે અને કોંગ્રેસ પાર્ટી સહિત અન્ય સાથી પક્ષ મળીને 40થી 42 બેઠક મળી શકે છે. અલબત્ત, 2019ની બેઠક કરતા ઓછી મળવાનું ભવિષ્યવાણી કરી હતી. આમ છતાં એ આંકડામાં બજારે ફેરફાર કર્યાં છે. ભારતીય જનતા પાર્ટીને 300થી ઓછી સીટ મળશે જ્યારે સામે પક્ષે કોંગ્રેસ અને સાથી પક્ષોને 70-75 બેઠક પર વિજય મેળવી શકે છે.
અહીં એ જણાવવાનું કે રાજસ્થાનનું ફલોદી બજારએ જોધપુરમાં આવેલું છે અને 19મી સદીથી વિવિધ પ્રકારના વેપાર અને ખેતીવાડીની વિવિધ ઉત્પાદનોના સટ્ટા માટે જાણીતું છે. અહીં મટકા, આંકડા અને દિસાવર સટ્ટા અને સટ્ટા પટ્ટી વગેરે જાણીતા છે.
રહી વાત હવે આ વખતની લોકસભા ચૂંટણીની તો સત્તાધારી પક્ષ ફરી 400 સીટ સાથે સત્તામાં આવશે એની કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સહિત જાણીતા પોલિટિકલ નિષ્ણાત પ્રશાંત કિશોર અને અમેરિકન સંસ્થાએ પણ દાવો કર્યો છે. બીજી બાજુ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે તેમ જ સાથી પક્ષ આમ આદમી પાર્ટીના સ્થાપક અરવિંદ કેજરીવાલ અને અન્ય નેતા પણ પોતાનું ગઠબંધન સત્તામાં આવે એવો દાવો કરે છે. જોઈએ હવે ચોથી જૂન સાચું ચિત્ર આપશે.