Google, પર search કરશો આ 6 શબ્દ તો મજા પડી જશે હમણાં જ Try કરી જુઓ…
Googleએ આજના સમયનું સૌથી લોકપ્રિય સર્ચ એન્જિન બની ચૂક્યું છે અને આપણે પણ આપણને નહીં સમજાતી અનેક વસ્તુઓ કે સવાલોના જવાબ જાણવા માટે ગૂગલબાબાના શરણે જઈએ છીએ. આપણામાંથી ઘણા લોકો એવા પણ હશે કે જેમને ફ્રી ટાઈમમાં બેસીને ગૂગલ પર કંઈકને કંઈક અળવીતરી વસ્તુઓ કે વાતો સર્ચ કરવાનું પસંદ હોય છે. જો તમને પણ આવું કરવાનું ગમે છે તો આજે અમે અહીં તમારા માટે આવી જ કેટલીક ઈન્ટ્રેસ્ટિંગ ઈન્ફોર્મેશન લઈને આવ્યા છીએ. ચાલો જોઈએ શું છે આ માહિતી….
અમે આજે અહીં તમને છ એવા શબ્દો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેના વિશે ગૂગલ સર્ચ કરતાં જ તમને મજા પડી જશે. આ વિચિત્ર સર્ચના કેટલાક રિઝલ્ટમાં તમને સ્ક્રીન ટર્ન થતી તો કેટલાક કિસ્સામાં તમને સ્ક્રીન પર ચંદ્ર, તો વળી કેટલાક રિઝલ્ટ પર તમને સ્ક્રીન પર દીવા પ્રગટાવવાનો અનુભવ પણ કરવા મળશે. ચાલો જાણીએ કયા છે આ શબ્દો કે જે સર્ચ કરતાં જ તમને મજા પડી જાય એવા પરિણામ જોવા મળે છે એ…
KATAMARI
આ યાદીમાં સૌથી પહેલો શબ્દ આવે છે KATAMARI. ગૂગલ પર જઈને તમે જેવું KATAMARI ટાઈપ કરીને સર્ચ કરશો એટલે સ્ક્રીન પર જોવા મળનારું પરિણામ જોઈને તમે ચોંકી ઉઠશો. આ શબ્દના સર્ચ રિઝલ્ટમાં તમે એક બોલ જોવા મળશે અને જેવું તમે એના પર તમે ક્લિક કરશો એટલે તમને એ બોલ આખી સ્ક્રીન પર ફરતો જોવા મળશે.
Emoji Kitchen
આગળ વધીએ અને વાત કરીએ બીજા શબ્દ વિશે. જો તમે Google સર્ચમાં જઈને Emoji Kitchen શબ્દ ટાઈપ કરીને સર્ચ કરો છો, તો તમારી સામે સ્ક્રીન પર એક ગેમ જોવા મળશે. આ ગેમમાં તમે કોઈ પણ 2 ઈમોજી મિક્સ કરો તો એક નવું ઈમોજી બની જશે. છે ને એકદમ મજેદાર?
Solar Eclipse
જી હા, ગૂગલ પર તમે જેવું Solar Eclipse ટાઈપ કરીને સર્ચ કરશો એટલે તરત જ તમારી સ્ક્રીન પર જ ગ્રહણ લાગી જશે અને સૂર્યગ્રહણ દેખાશે અને સ્ક્રીન પર એક ચંદ્ર દેખાવવા લાગે છે જે સતત ફરતો રહે છે.
Askew
જો તમે ગૂગલના સર્ચ બારમાં ASKEW લખીને સર્ચ કરશો તો તમને આખી સ્ક્રીન વાંકાચૂકી જોવા મળશે. તમારે આ ત્રાંસી સ્ક્રીન પર જ બધું શોધવું પડશે.
CHA CHA SLIDE
જો તમે Google સર્ચ બારમાં CHA CHA SLIDE લખીને સર્ચ કરશો તો તમને રસપ્રદ પરિણામો મળશે. જો તમે માઈક અથવા ટોચ પર દર્શાવેલ કોઈપણ ચિહ્ન પર ક્લિક કરો છો, તો તમારી સ્ક્રીન નાચવા લાગે છે. આમાં તમે ડાન્સની સાથે સંગીત પણ સાંભળો છો.
DIWALI
દિવાળી વગર પણ દિવાળી ઊજવવાની ઈચ્છા થાય ત્યારે ચોક્કસ ટ્રાય કરજો. જો કોઈ દિવસ ફ્રી ટાઈમમાં તમે Google પર DIWALI ટાઈપ કરીને સર્ચ કરશો તો તમારી સ્ક્રીન પર એક સાથે ઘણા બધા દીવા જોવા મળશે અને આ દીવા પ્રગટાવશો એટલે તમારી સ્ક્રીન પર દીવાળી જેવો ઝગમગાટ જોવા મળશે.