કોલકાતાની જીત પછી શાહરુખ ખાને આ ક્રિકેટરની માગી માફી, જાણો કેમ?
અમદાવાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે, જેમાં ગઈકાલે સનરાઈઝર્સ હૈદરાબાદને કોલકાતા નાઈટરાઈડર્સે હરાવ્યા પછી કોલકાતાએ ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. કોલકાતા નાઈટ રાઈડર્સે જીત મેળવ્યા પછી ટીમના માલિક કિંગ ખાન એટલે શાહરુખ ખાનનો જુસ્તો સાતમા આસમાને પહોંચી ગયા હતા, જ્યારે શૂટિંગ વખતે ખલેલ પહોંચાડવા બદલ ભારતના પૂર્વ ક્રિકેટરની માફી પણ માગી હતી. ચાલો વિગતવાર અહેવાલ.
ગઈકાલે વન સાઈડેડ ગેમમાં સનરાઈઝર્સ હૈદરાબાદના ધુરંધરોએ એક પછી એક ઘૂટણિયા ટેકવી દીધા હતા. 20 ઓવરમાં 200-250 રનનો ખડકલો કરનારી ટીમ 10 વિકેટે 159 રનમાં સમેટાઈ ગઈ હતી, જ્યારે બીજા દાવમાં કોલકાતા નાઈટ રાઈડર્સે લક્ષ્યાંક હાંસલ કરીને આસાનીથી જીત મેળવી હતી.
કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે 13.4 ઓવરમાં જ બે વિકેટે ટાર્ગેટ પાર કરી દીધો હતો. ટીમવતીથી ધમાકેદાર બેટિંગ કેપ્ટન શ્રેયસ અય્યર અને વેંકટેશ અય્યરે શાનદાર હાફ સેન્ચુરી કરીને મેચને જીતાડી હતી. જોકે, હૈદરાબાદ સામે ટીમની જીત પછી ટીમના ઓનર શાહરુખ ખાન મેદાનમાં પહોંચી ગયા હતા. ફ્રેન્ચાઈઝી ટીમના માલિક હોવાને નાતે ગ્રાઉન્ડ પરના શૂટિંગ વખતે પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાને વટાવીને ગયાં ત્યાં પાછા આવીને શૂટિંગમાં ખલેલ પાડવા બદલ આકાશ ચોપરાને મળીને માફી માગી હતી.
દરેક મેચ પૂરી થયા પછી ગ્રાઉન્ડ પર મહત્ત્વના ક્રિકેટરની બેટિંગ-બોલિંગ વચ્ચે ચર્ચા-વિચારણા થાય છે. લાઈવ શોમાં દરેકની સમીક્ષા કરવામાં આવે છે. કેકેઆર અને એસઆરએચની મેચ પછી લાઈવ શો ચાલુ હતો અને શૂટિંગ પણ ચાલુ હતું. આ શૂટિંગ વખતે આકાશ ચોપરા, પાર્થિવ પટેલ અને સુરેશ રૈના વાતચીત કરી રહ્યા હતા, ત્યારે અચાનક શાહરુખ ખાન પાસ થયો હતો.
#ShahRukhKhan doing his traditional victory lap 💜#KKRvsSRHhttps://t.co/zUdlCgRZla
— 😎Sourav Srkian Das😎 (@SrkianDas04) May 21, 2024
જોકે, એ જ વખતે શાહરુખ ખાને આકાશ ચોપરા સામે ઝૂકીને માફી માગવાનો વીડિયો, તસવીરો પણ વાઈરલ થઈ હતી. વાઈરલ વીડિયોમાં શાહરુખ ખાન આકાશ ચોપરાને નહીં મળવાની વાત કરે છે અને એના પછી બે હાથ જોડીને માફી પણ માગી લે છે. બોલીવુડના બાદશાહના એકદમ નિખાલસ વર્તનથી આકાશ ચોપરા પર પણ ગદગદિત થઈ ગયો હતો. એના પછી આકાશ ચોપરાએ કહ્યું કે આપને મેરા દિન બના દિયા, આપ શો કે બીચ મૈં નહીં આયે બલ્કિ આપ હી હમારે શો કે સ્ટોપર હૈ. બંને વચ્ચેની વાતચીત સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી લોકોએ એના જોરદાર પ્રતિક્રિયા પણ આપી હતી.
અહીં એ જણાવવાનું કે કોલકાતા નાઈટ રાઈડરે હૈદરાબાદને હરાવીને સૌથી મોટો આત્મ વિશ્વાસ મેળવ્યો છે, જ્યારે હૈદરાબાદના બેટિંગ પાવરને તળિયે લઈ જવામાં કંઈકઅંશે કોલકાતાના બોલરનો પણ સમાવેશ છે.