July 1, 2025
ઈન્ટરનેશનલવાંચન વૈવિધ્યમ

બેંગકોક નહીં રહે હવે થાઈલેન્ડની રાજધાની?

Spread the love

દુનિયાભરમાંથી ટૂરિસ્ટ જ્યાં આવે છે એ થાઈલેન્ડે હવે પોતાની રાજધાની બદલવી પડે એવા સંજોગો ઊભા થયા છે. અહીંયા તમારી જાણ માટે કે થાઈલેન્ડની રાજધાની બેંગકોક છે. વાત જાણે એમ છે કે ગ્લોબલ વોર્મિંગ (Climate Change)ને કારણે બેંગકોક પર તોળાઈ રહેલું જળસમાધિનું જોખમ વધી ગયું છે.

થાઈલેન્ડના ક્લાઈમેટ ચેન્જ ઓફિસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સમુદ્રમાં સતત વધી રહેલાં જળસ્તરને કારણે થાઈલેન્ડ હવે પોતાની રાજધાની બેંગકોકને ખસેડવા બાબતે વિચાર કરી રહ્યું છે. આ પહેલાં પણ અનેક વખત એવા અનુમાનો વ્યક્ત કરવામાં આવી ચૂક્યા છે કે આ સદીના અંત સુધીમાં બેંગકોકના તટીય વિસ્તારમાં સમુદ્ર કિનારે આવેલા વિસ્તારો જળસમાધિ લેશે.

એવું કહેવાઈ રહ્યું છે કે ચકાચૌંધ અને ઝાકઝમાળથી ભરપૂર બેંગકોકમાં ચોમાસામાં પણ પૂરજન્ય પરિસ્થિતિનો સામનો કરે છે. ક્લાયમેટ ચેન્જ ઓફિસના એક ઓફિસર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પહેલાંથી જ પૃથ્વીના તાપમાનમાં 1.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો જોવા મળે છે અને આપણે જેમ બને તેમ આ પરિસ્થિતિને કાબૂમાં લાવવી પડશે.

એક બીજા રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે જળવાયુ પરિવર્તનને કારણે દુનિયાના અનેક શહેરો 2050 સુધી સમુદ્રમાં ડૂબી શકે છે. જેમાં અમેરિકાનું સવાના અને ન્યુઓરિલિએન્સ, ગુએનાની રાજધાની જોર્જટાઉન, થાઈલેન્ડની રાજધાની બેંગકોક, ભારતના કોલકતા અને મુંબઈ તેમ જ વિયેટનામના હો ચી મિન્હ સિટી, ઈટલીના વેનિસ સિટી, ઈરાકનું બસરા, નેધરલેન્ડના એમ્સરટડમનો સમાવેશ થાય છે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર જમીનની અંદર મોટા પ્રમાણમાં કાર્બન અલગ અલગ સ્વરૂપમાં હાજર છે. આ કાર્બન લાખો વર્ષથી ધરતીમાં હાજર છે અને તે પેટ્રોલિયમ, ગેસ કે કોલસાના સ્વરૂપે જોવા મળે છે. જેવું આ ધરતીથી બહાર આવ્યું એટલે વાતાવરણમાં ગરમી વધવા લાગી અને આ ગરમીને કારણે ગ્લેશિયર પીગળવા લાગ્યા.
જ્યાં સુધી આ કાર્બર ધરતીની અંદર રહ્યું ત્યાં સુધી પોલાર્સ પણ ઠંડા અને થીજેલા રહ્યા હતા. પણ જેવું કાર્બન બહાર આવ્યું એટલે એને કારણે ગરમી વધવા લાગે. ગ્લેશિયર્સ અને પોલાર્સનું બરફ પિગળવા લાગ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!