યુરોપને ટક્કર મારનારા ભારતના લોકપ્રિય ટૂરિસ્ટ સ્પોટ પર ફરવાનું ચૂકશો નહીં
યુરોપ એક ખંડ છે, જ્યારે પચાસથી વધુ દેશ છે. ક્ષેત્રફળ અને વસ્તીની દૃષ્ટિએ રશિયા મોટો દેશ છે, જ્યારે સૌથી નાનો દેશ વેટિકન સિટી છે. આ દેશ માટે કહેવાય છે કે તમે એક સરહદથી બીજી સરહદ પહોંચતા તમને પંદર મિનિટનો સમય લાગે છે, પરંતુ વાસ્તુકલાની રીતે આ દેશ સાવ અલગ અને અનુપમ છે. ઈટલી પણ હેરિટેજની રીતે સુંદર છે, તેમાંય વળી પાટનગર રોમના શિલ્પ સ્થાપત્યની રીતે એકદમ મસ્ત દેશ છે. દુનિયાના સુંદર દેશ-શહેરમાં ઈટલી-રોમનું નામ અચૂક લેવાય છે. એના સિવાય યુરોપમાં એવા અનેક દેશ છે, જે તેના કુદરતી, સ્થાપત્ય, ઐતિહાસિક રીતે વિશેષ મહત્ત્વ ધરાવે છે. ઈટલીને બીજું ભારત કહેવાય છે, જેમાં ઈટલીના મોટાભાગના હેરિટેજ સ્ટ્રક્ચર ભારતને મળતા આવે છે, તેથી યુરોપ ફર્યા પહેલા તમારે ભારતના મહત્ત્વના ટૂરિસ્ટ પેલેસ ફરવું જોઈએ.
સૌથી પહેલા મહારાષ્ટ્રના નાશિકની વાત કરીએ તો દેશમાં નાશિક એક લોકપ્રિય મંદિર પૈકીનું શહેર છે. સૂર્ય કુંભ રાશિમાં હોય છે ત્યારે નાશિકમાં સિંહસ્થ કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
નાશિકના કુંભમેળામાં ભારતના સાધુ-સંતો-મહાત્મા સાથે વિદેશમાંથી લોકો આવે છે. દર 12 વર્ષે આ મેળાનું આયોજન કરવામાં આવે છે. કુંભ મેળા વખતે સાધુ-સંતો ગોદાવરી નદીમાં સ્નાન કરે છે. એના સિવાય નાશિકમાં દુનિયાનું જાણીતું મંદિર પંચવટી છે. એના સિવાય નાશિક નજીક શિરડી, સોમેશ્વર મંદિર, સુંદરનારાયણ મંદિર છે, તેથી અહીંયા ફરવાથી તમે એક આધ્યાત્મિક અહેસાસ કરી શકો છો.
યુરોપના બદલે ભારતમાં ફરવા માગો છો તો નાશિક સિવાય મહારાષ્ટ્ર નજીકના ગોવામાં ફરી શકો છો. ગોવામાં ફોનટેનહાઉસ અચૂક જવું. અહીંના ઘરોની બાંધણી યુરોપિયન સ્ટાઈલ છે. મકાનોની દીવાલો પણ હૂબહૂ યુરોપિયન સ્ટાઈલ છે, જે તમને યુરોપના ઘરોમાં એની અચૂક છાંટ વર્તાય છે. એરપોર્ટથી ફોન્ટેનહાઉસ 25 કિલોમીટર દૂર છે. એરપોર્ટથી ડ્રાઈવ કરીને પણ પહોંચી શકો છો. થિવિમ રેલવે સ્ટેશનથી પણ તમે ફોન્ટેનહાઉસ જઈ શકો છો.
ભારતમાં તમે કાશ્મીરની સફર કરી શકો છો. કાશ્મીરમાં ટ્યુલિપ ગાર્ડન અને લેક પણ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. એના સિવાય કાશ્મીરમાં ફરવા માટે શ્રીનગર, ગુલમર્ગ, પહેલગામ, સોનમર્ગ, દાચીગામ નેશનલ પાર્ક વગેરે મુખ્ય ટૂરિસ્ટ સ્પોટ છે. ગુલમર્ગ પણ સ્કિઈંગ, પેરાગ્લાઈડિંગ અને હનીમૂન ડેસ્ટિનેશન માટે જાણીતું છે. આ ઉપરાતં, પુડુચેરી, અંદામાન-નિકોબાર પણ ફરવા માટે બેસ્ટ જગ્યાઓ છે.