July 1, 2025
ટોપ ન્યુઝ

આ કારણે Varanasiમાં સર્જાઈ ફૂલની અછત, વેપારીઓ અને ફેરિયાઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા…

Spread the love

વારાણસી: Prime Minister Narendra Modi ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવા માટે 14મી મેએ એટલે કે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ફોર્મ ભરશે એ સમયે તેમની સાથે એનડીએના અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે, એવી માહિતી મળી રહી છે.
જોકે સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર પીએમ મોદી ઉમેદવારી નોંધાવતા પહેલાં સવારે અસ્સી ઘાટ જશે અને ત્યાર બાદ આશરે 10.00 વાગ્યે કાળભૈરવ મંદિરમાં જઈને ભગવાન કાળભૈરવના દર્શન કરશે.
દર્શન કર્યા બાદ પોણા અગિયાર વાગ્યાથી તેઓ NDA નેતાઓ સાથે એકાદ કલાક મીટિંગ કરશે અને પછી 11.40 વાગ્યે ઉમેદવારી ફોર્મ ભરવા કેન્દ્ર પર પહોંચશે. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ તેઓ ઝારખંડની મુલાકાતે જવા રવાના થશે.

જોકે, આ પહેલી વખત નથી કે પીએમ મોદી આ રીતે વારાણસીમાં કાળભૈરવ મંદિરમાં જઈને પૂજા-અર્ચના કરશે. આ અગાઉ પણ તેમણે વર્ષ 2014 અને 2019માં અહીંના મંદિરમાં પૂજા તેમ જ દર્શન કર્યા હતા. એક માન્યતા પ્રમાણે એવું કહેવાય છે કે, મંગળવાર કાળભૈરવનો ઉત્પત્તિ દિવસ છે અને એ જ દિવસે ભગવાન કાળભૈરવના દર્શન અને પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પીએમ મોદી બાબા કાળભૈરવ મંદિરમાં દર્શન કરવા સિવાય વારાણસીમાં રોડ-શો પણ કરશે. આ રોડ શોને શાલીન બનાવવા માટે હજારો કિલો ફૂલોનો ઉપયોગ કરવામાં આવશે. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વારાણસીમાં અનેક કાર્યક્રમોનું આયોજન થવાનું હોવાને કારણે ફૂલની માગમાં વૃદ્ધિ જોવા મળી હતી.
વડા પ્રધાન મોદી 13મી મેના દિવસે પાંચ કિલોમીટર લાંબો રોડ-શો કરશે. આ રોડ-શોને યાદગાર બનાવવા માટે માત્ર હજારો કિલો ફૂલોનો ઉપયોગ તો કરવામાં આવશે જ પણ એની સાથે સાથે આખા રોડને સજાવવામાં પણ આવી રહ્યો છે. તેમના રોડશો દરમિયાન આખા રસ્તા પર પુષ્પવર્ષા કરવામાં આવશે.
વારાણસીના ચોક વિસ્તારમાં બાંસફાટક ફૂલ માર્કેટના એક વેપારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, વડા પ્રધાન મોદીના રોડશોને ધ્યાને લઈને છેલ્લા કેટલાક દિવસથી માર્કેટમાંથી ફૂલોના વેચાણમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં લગભગ 5000 કિલો ગુલાબના ફૂલ અને 10 હજાર કિલો ગલગોટાના ફૂલ ખરીદવામાં આવ્યા છે. આટલી ખરીદી બાદ પણ સ્થાનીક માર્કેટમાં ફૂલોની અછત સર્જાઈ છે.
આ ઉપરાંત રોડશો દરમિયાન પુષ્પ વર્ષા માટે 20થી વધુ જગ્યા પર ફ્લાવર મશીન લગાવવામાં આવ્યા છે. જ્યારે વડા પ્રધાન મોદીનો રોડ-શો યોજાય છે, ત્યારે આવી રીતે ફૂલોની અછત સર્જાય છે. આટલી મોટી સંખ્યામાં ફૂલોનું વેચાણ થતાં વેપારીઓની સાથે ખેડૂત વર્ગમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, એવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!