December 20, 2025
મનોરંજનરમત ગમત

KL Rahul નહીં પણ આ છે Sunil Shettyનો favourite Criketer…

Spread the love

Bollywoodના અન્ના Sunil Shettyની દીકરી અને બી ટાઉનની એક્ટ્રેસ Aathiya Shettyએ લાંબા સમય સુધી Indian Cricketer KL Rahulને ડેટ કર્યા બાદ આખરે KL Rahul સાથે ગયા વર્ષે જ લગ્ન કરી લીધા હતા. KL Rahul પણ હાલમાં સંજીવ ગોએન્કા સાથેના વિવાદને કારણે ખાસો એવો લાઈમલાઈટમાં આવી ગયો છે. પણ આપણે અહીં વાત કરવાના છીએ Sunil Shetty વિશે.
Sunil Shettyએ હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં પોતાના favourite Indian Cricketer વિશે ખુલાસો કર્યો હતો અને તમને કદાચ જાણીને નવાઈ લાગશે પણ અન્નાનો મનગમતો ભારતીય ક્રિકેટર પોતાનો જમાઈ KL Rahul નહીં પણ Virat Kohli છે. Virat Kohli અન્નાનો ફેવરિટ ક્રિકેટર એટલે પણ છે કારણ કે તે માસ્ટર ઓફ ચેઝિંગ છે.
જોકે અન્નાએ પોતાના જમાઈ અને ઈન્ડિયન ટીમના ક્રિકેટર KL Rahul વિશે વાત કરતાં જણાવ્યું હતું કે તે મારા માટે મારા દીકરા સમાન જ છે અને તે અમારા પરિવારનો એક મહત્વનો હિસ્સો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અન્ના મોટાભાગે KL Rahul અને એની ટીમને ચિયર અપ કરવા માટે સ્ટેડિયમમાં હાજર જ હોય છે. આ સિવાય Aathiya Shetty અને Aahaan Shetty પણ KL Rahulને ખૂબ ચિયર અપ કરતાં જોવા મળે છે.
KL Rahul અને Virat Kohliના IPL કરિયરની વાત કરીએ તો અત્યાર સુધીમાં Kohli 244 મેચ તો Rahul 125 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન કોહલીએ 38.12ની એવરેજથી 7624 રન અને રાહુલે 46.34ની એવરેજથી 4449 રન બનાવ્યા છે.
આ પહેલાં પણ જ્યારે ઈજાને કારણે જયારે KL Rahul ફોર્મમાં નહોતો એ સમયે પણ લોકો તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા હતા એ સમયે પણ અન્ના સુનીલ શેટ્ટી અને આથિયા શેટ્ટીએ KL Rahulને ખૂબ જ સપોર્ટ કરીને તેની સાથે સાથેને રહ્યા હતા અને પોસ્ટ કરીને ટ્રોલ્સને કચકચાવીને જવાબ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!